VIDEO : સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી, અપહરણ કરાયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવ્યું

|

Dec 07, 2022 | 6:47 AM

ઘર આંગણે રમતા બાળકને સંતોષ નામનો વ્યક્તિ બાઈક પર બેસાડીને લઈ ગયો હતો. જો કે નજીકમાં જ લાગેલા CCTV માં યુવક બાળકને લઈ જતો દેખાયો હતો.

Surat : સુરતની સચિન GIDC માંથી અપહરણ કરાયેલો બાળક ગણતરીના કલાકોમાં જ હેમખેમ મુક્ત થયો. ઘરઆંગણે રમતા બાળકને સંતોષ નામનો વ્યક્તિ બાઈક પર બેસાડીને લઈ ગયો હતો. નજીકમાં જ લાગેલા CCTV માં યુવક બાળકને લઈ જતો દેખાયો હતો. આ CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યો છે. ઝડપાયેલા આરોપી સંતોષના લગ્નને પાંચ વર્ષ થવા છતાં સંતાન ન થતા બાળકનું અપહરણ કર્યાનું સામે આવ્યું છે. સચિન GIDC પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

આ પહેલા સુરતના લીંબાયત વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. દુકાન માલિક અને તેના પુત્રના મોઢા પર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટ થઇ શકી ન હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો બીજી તરફ આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Published On - 5:13 pm, Tue, 6 December 22

Next Video