Surat : શહેરમાં વિદેશી ચલણી નોટની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ, 19 લાખથી વધુની વિદેશી ચલણી નોટ સાથે 3 શખ્સ ઝડપાયા, જુઓ Video

Surat : શહેરમાં વિદેશી ચલણી નોટની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ, 19 લાખથી વધુની વિદેશી ચલણી નોટ સાથે 3 શખ્સ ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 29, 2023 | 9:46 AM

સુરતમાં PCB અને SOGના સંયુક્ત ઓપરેશનમાં 19 લાખથી વધુની વિદેશી ચલણી નોટ સાથે 3 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ પાસેથી અમેરિકન ડૉલર, ઓસ્ટ્રેલિયન ડૉલર, દિરહામ સહિતની વિદેશી ચલણી નોટ મળી આવી છે.

Surat : સુરત શહેરમાં વિદેશી ચલણી નોટની (Foreign Currency) ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે. PCB અને SOGના સંયુક્ત ઓપરેશનમાં 19 લાખથી વધુની વિદેશી ચલણી નોટ સાથે 3 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ પાસેથી અમેરિકન ડૉલર, ઓસ્ટ્રેલિયન ડૉલર, દિરહામ સહિતની વિદેશી ચલણી નોટ મળી આવી છે.

આ પણ વાંચો Surat Rain: બારડોલીની મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો, 50 જેટલા મકાનો પાણીમાં ડૂબ્યા, જુઓ Video

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી નીરવ શાહ વિદેશી ચલણ બદલવાની એન્ટ્રી પોતાના બેંક ખાતામાં ન બતાવી પડે એટલા માટે તે બ્લેકમાં વિદેશી ચલણ ઓછા ભાવે બદલી આપતો હતો. આ ઉપરાંત જે લોકોને વિદેશી ચલણની જરૂર હોય તેને નીરવ ઊંચા ભાવે આ વિદેશી ચલણ આપતો હતો. વધુ તપાસ માટે કેસ અંગે EDને પણ જાણ કરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો