AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 3 કેસ,  કુલ કેસની સંખ્યા 10 થઇ

OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 3 કેસ, કુલ કેસની સંખ્યા 10 થઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 10:59 PM
Share

OMICRON NEWS GUJARAT : વિદેશથી પરત આવેલા ત્રણ લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે.બ્રિટનનથી આવેલ બે પુરૂષો અને યુએઈથી આવેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

GUJARAT : રાજ્યમાં કોરોના નવા ઓમિક્રોનનો ખતરો ઝડપથી ફેલાઈ રહ્યો છે.રાજ્યમાં ઓમિક્રોનના વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે..વિદેશથી પરત આવેલા ત્રણ લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે.બ્રિટન થી આવેલ બે પુરૂષો અને યુએઈથી આવેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે ગુજરાતમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધી 10 પર પહોંચી છે.ઓમિક્રોનના નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

રાજ્યમાં નોંધાયેલા 3 નવા કેસ ગાંધીનગર કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને આણંદ શહેરી વિસ્તારની હદમાં નોંધાયા છે. રાજ્યમાં આ 3 નવા કેસ સાથે ઓમિક્રોન કેસની સંખ્યાનો આંકડો 10 પર પહોંચ્યો છે. ગઈકાલે 17 ડિસેમ્બરે વડોદરામાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં 3 દર્દી સાજા થયાં હતાં.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર અને આણંદ શહેરમાં મળી આવેલા ઓમિક્રોન પોઝિટિવ દર્દી થોડા દિવસ પહેલા બ્રિટનથી આવ્યા હતા. જે બાદ તેમને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા હતા. સુરત કોર્પોરેશન વિસ્તારની હદમાં મળી આવેલ ઓમિક્રોન કેસના દર્દી મળી દિવસ પહેલા UAEથી આવ્યા હતા.

આ પણ વાંચો : AHMEDABAD : EDમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર નકલી IB ઓફિસરની ધરપકડ

આ પણ વાંચો : AMRITSAR : સ્વર્ણમંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબના અપમાનનો પ્રયાસ, SGPCના કર્મચારીઓએ માર મારતા યુવકનું મોત

આ પણ વાંચો : KUTCH : ઠંડા અને સૂકા પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા, નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું

g clip-path="url(#clip0_868_265)">