RAJKOT : નકલી માર્કશીટ અને ડીગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું, એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ

|

Dec 12, 2021 | 3:38 PM

પોલીસને બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ પર રાજપેલેસ ચોક પાસેના રત્નમ બિલ્ડિંગમાં રહેતી ધર્મિષ્ઠા માકડિયા નકલી માર્કશીટ અને ડિગ્રી વેચે છે.

RAJKOT : રાજકોટ શહેરમાં નકલી માર્કશીટ અને ડિગ્રી વેચવાનું કૌભાંડ બહાર આવ્યું છે. નકલી ડિગ્રીના આધારે પીઆર મેળવી વિદેશમાં જવા માટે આ કૌભાંડ આચરવામાં આવતુ હતું. મેઘાલય અને આગ્રા યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી વેચવાના કૌભાંડમાં હાલ પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપ્યા છે.સાધુ વાસવાણી રોડ પરથી મહિલા અને એસ્ટ્રોન નજીકથી બે શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે.ડિગ્રી વેચનાર અને ખરીદનાર સંકજામાં આવતા હજુ અનેક લોકોની સંડોવણી સામે આવી શકે તેમ છે.

70 હજારથી એક લાખમાં બોગસ ડિગ્રી વેંચાવાનું કૌભાંડ આચરવામાં આવતુ હોવાની પોલીસને વિગતો મળી છે.પોલીસે આરોપી ધર્મિષ્ઠા માંકડીયા, દિલ્હીના પ્રદીપ યાદવ, માલતી હસમુખ ત્રિવેદી, મૌલિક ઘનેશજસાણી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.તેમાંથી એક આરોપીની પોલીસ અટકાયત કરવાની બાકી છે. હાલ પેરોલ ફર્લો સ્ક્વોડએ અને પોલીસ સ્ટાફે બાતમીને આધારે વધુ કાર્યવાહી હાથધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ પર રાજપેલેસ ચોક પાસેના રત્નમ બિલ્ડિંગમાં રહેતી ધર્મિષ્ઠા માકડિયા નકલી માર્કશીટ અને ડિગ્રી વેચે છે. આ ઉપરાંત પોલીસને સચોટ માહિતી મળી હતી કે આ મહિલા માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ સાથે સાધુ વાસવાણી રોડ પર બકાલા માર્કેટ પાસે સ્કૂટર લઇને ઊભી છે.

આ મહિતીને આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ અંસારી અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા તથા કોન્સ્ટેબલ શાંતુબેન મુળિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ધર્મિષ્ઠાની તપાસ કરતા તેની પાસે રહેલા એક્ટિવાની તલાશી લેતા તેમાંથી મેઘાલય સ્ટેટ વિલિયમ કેરી યુનિવર્સિટીના સહી સિક્કા વાળી ડુપ્લિકેટ સાત માર્કશીટ અને બે ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા હતા.

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ પણ વાંચો : જાણો શિક્ષણક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલા ઊંઝાના MLA આશાબેન પટેલની જીવન ઝરમર

Next Video