Gujarat Election 2022 : આવતી કાલે બીજા તબક્કાની 93 બેઠકો પર થશે મતદાન, ચૂંટણી પંચે તૈયારીઓને આપ્યો આખરી ઓપ

|

Dec 04, 2022 | 9:25 AM

બીજા તબક્કાની ચૂંટણીની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મહત્વનું છે કે  બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. મહત્વનું છે કે  બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે, ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે.

અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન

મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

Published On - 7:46 am, Sun, 4 December 22

Next Video