Bhavnagar : ટોપ થ્રી સર્કલ પાસે રખડતા ઢોરે એક બાઇક ચાલકને લીધો અડફેટે, મૂળ મહેસાણાના યુવાનનું સારવાર દરમિયાન મોત

|

Dec 23, 2022 | 3:27 PM

ભાવનગર (Bhavnagar) શહેરમાં રખડતા ઢોરે એક વ્યક્તિનો જીવ લીધો છે. ભાવનગર શહેરમાં ટોપ થ્રી સર્કલ પાસે રખડતા ઢોરે બાઇક ચાલક યુવાનને અડફેટે લીધો હતો. જેમાં આ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ગુજરાતમાં મહાનગરોમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોરે એક વ્યક્તિનો જીવ લીધો છે. ભાવનગર શહેરમાં ટોપ થ્રી સર્કલ પાસે રખડતા ઢોરે બાઇક ચાલક યુવાનને અડફેટે લીધો હતો. જેમાં આ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન આ યુવાનનું મોત મોત થયુ છે.

રખડતા ઢોરના હુમલાથી એકનું મોત

ભાવનગરમાં રખડતા ઢોરના કારણે એક યુવાનનું મોત નીપજ્યુ છે. મૂળ મહેસાણાનો 29 વર્ષનો યુવક  હાલ ભાવનગરના કળિયાબીડ વિસ્તારમાં રહેતો હતો. તે કોઇ કામ અર્થે ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યો હતો. જ્યાં અચાનક જ એક રખડતા ઢોરે તેને અડફેટે લીધો હતો. જે પછી યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં તેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતુ.

રાજકોટમાં પણ રખડતા ઢોરે ત્રણ મહિલા પોલીસને અડફેટે લીધી

આજે રાજકોટમાં પણ રખડતા ઢોરે ત્રણ મહિલા પોલીસ કર્મીને અડફેટે લીધી હતી. જેમાં ત્રણે મહિલા પોલીસ કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. રાજકોટ પોલીસના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર આજે સવારે સાડા આઠ કલાકે ગાયત્રીબેન, કાશ્મીરાબેન અને પૂજાબેન નામના ત્રણ મહિલા પોલીસ કર્મી મવડી હેડક્વાર્ટરમાંથી પરેડ પુરી કરીને ઘરે જઇ રહ્યા હતા. બે મહિલા પોલીસ કર્મી બાઇક પર સવાર હતા. જ્યારે અન્ય એક મહિલા પોલીસ ચાલતા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક એક શ્વાનના ભસવાથી રસ્તા પર રખડતી ગાય ભડકી ગઇ હતી અને દોડવા લાગી હતી. આ ગાય દોડીને બાઇક પર જઇ રહેલા ગાયત્રીબેન સાથે ભટકાયા હતા. ગાયત્રીબેન બાઇક લઇને ચાલીને જઇ રહેલા પોલીસ કર્મી પર બાઇક સાથે પડતા ત્રણેય મહિલા પોલીસ ઇજાગ્રસ્ત થયા હતા.

Next Video