Rajkot: સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું 29 ફુટ ઊંચુ શિવલિંગ, 1 લાખ 11 હજાર 111 પારાથી જડિત શિવલિંગના દર્શન માટે ભક્તોનો ધસારો

|

Jul 30, 2022 | 10:12 AM

રાજકોટ (Rajkot) શહેરમાં સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું શિવલિંગ બનતા શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં ગુજરાતનું (Gujarat) સૌથી ઊંચુ શિવલિંગ બનાવ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પવિત્ર પાવન શ્રાવણનો (Shravan 2022) પ્રારંભ થયો છે. ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે. શ્રાવણ મહિનાના બીજા દિવસે પણ શિવાલયોમાં ભક્તોની ભાર ભીડ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ (Rajkot) શહેરમાં આવેલા એક શિવમંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. કારણ કે આ મંદિરનું ભક્તોમાં ખાસ મહત્વ છે. અહીં રુદ્રાક્ષનું 29 ફૂટ ઊંચુ રુદ્રાક્ષનું મંદિર આવેલુ છે. જેના દર્શન માટે દુર દુરથી ભક્તો આવતા હોય છે.

શિવલિંગ પર અભિષેક કરવા માટે વ્યવસ્થા

રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું શિવલિંગ બનતા શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં ગુજરાતનું સૌથી ઊંચુ શિવલિંગ બનાવ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ શિવલિંગની કુલ ઊંચાઈ 29 ફૂટ છે. જેની પહોળાઈ 12 ફૂટ છે. આ શિવલિંગ પર એક લાખ અગિયાર હજાર અને એક સો અગિયાર રુદ્રાક્ષના પારા રાખવામાં આવ્યા છે. લોકો આ શિવલિંગ પર જઈને અભિષેક કરી શકે તે માટે વિશેષ પણ વ્યવસ્થા કરાઇ છે. ભક્તો આ શિવલિંગ પર સીડી મારફતે અભિષેક કરી શકે છે.

મંદિરની અન્ય વિશેષતા

શિવજીની સામે રહેલા નંદી પણ મોટો છે જેમની ઊંચાઈ 6 ફૂટની છે. તેમજ નંદી આગળ રહેતો કાચબો ત્રણ ફૂટ મોટો છે. આ વિશાળ કાય શિવલિંગ રાજકોટ શહેરની સંજયભાઈ રાજ્યગુરુ કોલેજ ખાતે બનાવવામાં આવ્યું છે. મંદિરની આસપાસ બે વિશાળ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. તેમજ આસપામાં મન મોહક પ્રાકૃતિક દ્રશ્યો પણ છે. આ વિશાળ મંદિર રાજકોટથી 12 કિલોમીટર દૂર આવેલું છે. શ્રાવણ માસ નિમિત્તે અહીંયા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

Published On - 9:42 am, Sat, 30 July 22

Next Video