વડોદરાઃ મુંબઈથી રાજકોટ જતી ટ્રેનમાં રૂપિયા 14 લાખની 21 કિલો ચાંદીની ચોરી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 16, 2023 | 12:53 PM

મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇની આંગડિયા પેઢીના કર્મચારીઓ પ્રવાસ કરી રહ્યા હતા. સુર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના ત્રણ કર્મચારી રુટિન મુજબ કિંમતી ચીજવસ્તુઓ લઇને જઇ રહ્યા હતા.જો કે માર્ગમાં રૂપિયા 14 લાખની એટલે કે 21 કિલો ચાંદીની ચોરી થઇ હોવાની ફરિયાદ રેલવે પોલીસ મથકે નોંધાઇ છે.

મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં આંગડિયા પેઢીના કર્મચારીઓના સામાનની ચોરી થઇ છે. આંગડિયા પેઢીના કર્મીએ સીટ નીચે મુકેલી રૂપિયા 14 લાખની 21 કિલો ચાંદીની ચોરી થઇ ગઇ છે. ગઠિયાઓ આંગડિયા પેઢીના કર્મચારીની બેગ ઉઠાવી ફરાર થઇ ગયા હોવાની પ્રાથમિક માહિતી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇની આંગડિયા પેઢીના કર્મચારીઓ પ્રવાસ કરી રહ્યા હતા. સુર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના ત્રણ કર્મચારી રુટિન મુજબ કિંમતી ચીજવસ્તુઓ લઇને જઇ રહ્યા હતા.

જો કે માર્ગમાં રૂપિયા 14 લાખની એટલે કે 21 કિલો ચાંદીની ચોરી થઇ હોવાની ફરિયાદ રેલવે પોલીસ મથકે નોંધાઇ છે.આજે વહેલી સવારે આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે.સૂર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના ત્રણ કર્મચારીઓનું વડોદરા સ્ટેશન પર પહોંચતા તેમની ચાંદી ભરેલી બેગ ચોરી થઇ હોવાનું ધ્યાન ગયુ હતુ.

આ પણ વાંચો- ડાંગ : હવે શિરડી સાંઈ દર્શન માટે જવું વધુ સરળ બનશે, રેલસેવા શરૂ કરવા પ્રયત્ન હાથ ધરાયા, જુઓ વીડિયો

બેગ ન મળતા આ ત્રણેય આંગડિયા પેઢીના કર્મચારીઓએ આસપાસ તપાસ કરી હતી.જો કે વસ્તુ ન મળતા અંતે તેમણે પોલીસની મદદ લીધી હતી.આંગડિયા કર્મચારીઓ હંમેશા ટ્રેન મારફતે અથવા તો બસ મારફતે આ પ્રકારની જોખમી મુસાફરી કરતા હોય છે. તેમને સુરક્ષા લેવા માટે પણ કહેવામાં આવતુ હોય છે, પણ સુરક્ષા ન રાખતા આ પ્રકારે ચોર-લૂંટારુનો ભોગ બનવાની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના અંગે હાલ તપાસ શરુ કરવામાં આવી છે.રેલવે સ્ટેશનોના CCTV સહિત ઇલેકટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમના આધારે લૂંટારુઓનું પગેરુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો