ST બસમાં મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી, જુઓ-Video

| Edited By: | Updated on: Sep 19, 2024 | 2:07 PM

મેઘરજ -મોડાસાની ST બસમાં ટિકિટના બાકી પૈસા લેવાના મુદ્દે મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે મામલો વધુ ગરમાતા બન્ને મહિલાઓ એકબીજા સાથે મારામારી કરવા લાગી હતી. જે બાદ બસમાં સવાર મુસાફરોએ બન્નેને અલગ કરી હતી

અરવલ્લીના મેઘરજ-મોડાસા ST બસમાં મોટી બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. બસની મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર એકબીજાના વાળ ખેંચીને બસમાં જ મારામારી કરતા જોવા મળ્યા હતા. જે બાદ બસમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોએ ભારે જહેમતે બન્નેને અલગ કરી મામલો થાળે પાડ્યો હતો.

ST બસમાં મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે મારામારી

મળતી માહિતી મુજબ મેઘરજ -મોડાસાની ST બસમાં ટિકિટના બાકી પૈસા લેવાના મુદ્દે મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે મામલો વધુ ગરમાતા બન્ને મહિલાઓ એકબીજા સાથે મારામારી કરવા લાગી હતી. જે બાદ બસમાં સવાર મુસાફરોએ બન્નેને અલગ કરી હતી. સમગ્ર મામલો બાકી નિકળતા પૈસા બાબતનો હતો જે મહિલા કંડક્ટરે મહિલા મુસાફરને પાછા ના આપતા બન્ને મહિલાઓએ છુટ્ટા હાથની મારામારી કરી હતી.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફરો ભરેલી બસમાં 2 મહિલાઓ એકબીજાના વાળ ખેંચીને મારામારી કરી રહી છેે. ત્યારે બીજી બાજુ બેઠેલા અન્ય મુસાફરો બન્નેને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ તેમ છત્તા તેઓ એકબીજાને છોડવા તૈયાર નથી. આ વીડિયો વાયરલ થતા જ ઓહાપો મચી ગયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવતા લોકો દંગ રહી ગયા છે.