Amreli Video : 2 મહિના પહેલા શરુ થયેલા નવા નક્કોર બ્રિજ પર પડ્યુ ગાબડું, સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલો

|

Apr 23, 2024 | 5:02 PM

અમરેલીમાં નવા નક્કોર બ્રિજ પર ગાબડું પડ્યુ હોવાની ઘટના સામે આવી છે. માત્ર 2 મહિના પહેલા શરૂ થયેલા બ્રિજ પર મોટુ ગાબડું પડ્યું છે. આ વાત છે રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજની છે.

અમરેલીમાં નવા નક્કોર બ્રિજ પર ગાબડું પડ્યુ હોવાની ઘટના સામે આવી છે.  માત્ર 2 મહિના પહેલા શરૂ થયેલા બ્રિજ પર મોટુ ગાબડું પડ્યું છે. આ વાત છે રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજની. બ્રિજ પર પડેલું આ ગાબડુ એ વાતની ચાડી ખાય છે કે બ્રિજના કામમાં લોટ-પાણીને લાકડા જેવો ઘાટ કરાયો છે.

બ્રિજની વચ્ચોવચ પડેલા ગાબડામાં સળિયા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેના કારણે જ નવા બ્રિજમાં ગાબડું પડ્યું છે. બ્રિજની ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. હલકી ગુણવત્તાની કામગીરીના કારણે બ્રિજના આવા હાલ થયાનો આરોપ લગાવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video