Jamnagar: સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટનાથી ચકચાર, 15 સીનિયર વિદ્યાર્થીઓ પર આરોપ

Jamnagar: સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટનાથી ચકચાર, 15 સીનિયર વિદ્યાર્થીઓ પર આરોપ

| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:12 AM

Jamnagar: ફિઝિયોથેરાપી કોલેજના 15 સિનિયર વિદ્યાર્થીઓ પર રેગિંગનો ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવી છે. ચાલો જાણીએ સમગ્ર ઘટના.

Ragging in Jamnagar Collage : જામનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હોવાની ફરિયાદ ઉઠતા ખળભળાટ મચી ગયો છે. જામનગરની ફિજીયોથેરાપી કોલેજમાં આ બનાવ બન્યો છે. જ્યાં 28 તાલીમાર્થી વિદ્યાર્થીઓ પર 15 સીનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કર્યું હોવાનો આરોપ છે. રેગિંગનો મામલો સામે આવતા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી.

આ ઘટના અંગે એન્ટી રેગિંગ કમિટીને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. તો તપાસમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓ અને સીનિયર વિદ્યાર્થીઓને નિવેદન માટે કમિટીએ બોલાવ્યા હતા. બીજી તરફ ઘટના અંગે કોલેજના પ્રિન્સિપાલે કહ્યું, રેગિંગની વાત સાચી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે સરકારી ફીઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં આ ઘટના સામે આવી હોવાના અહેવાલ છે. સામૂહિક રેગીંગથી સૌ કોઈ ચોંકી ગયા છે. આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતાં હડકંપ મચી ગયો છે. ત્યારે એન્ટી રેગિંગ કમિટીની તત્કાલ બેઠક બોલાવવામાં આવી હતી. અને ત્યાર બાદ વિધિસર તપાસ શરૂ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 23 ડિસેમ્બર: વેપાર-ધંધામાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો ફાયદાકારક સાબિત થશે, નોકરીમાં નાની-મોટી સમસ્યાઓ આવશે