Vadodara : ચોમાસું (Monsoon) શરૂ થતાં જ ઠેર ઠેર સરીસૃપો જોવા મળતા હોય છે. એમાં પણ રહેણાંક વિસ્તારમાં જીવજંતુઓ આવી ચડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરાના પાટોગ ગામે કુવામાંથી 15 અજગરના બચ્ચા મળી આવ્યા હતા. જેને લઈને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો Vadodara : તાંબેકરની હવેલીની 300 મીટરની ત્રિજ્યામાં બાંધકામ નિષેધથી આસપાસના રહીશો પરેશાન, જુઓ Video
અજગરના બચ્ચા મળવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ આ અંગે પ્રાણી જીવ રક્ષકની સંસ્થા અને વન વિભાગને જાણ કરાતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. બચ્ચાઓનું કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હવે જંગલમાં સુરક્ષિત સ્થળે છોડાશે.