સુરતમાં ફરી દુષ્કર્મનો બનાવ: ધોરણ 10 માં ભણતી કિશોરી અગાશી પર પાણીની ટાંકીનો કૉક બંધ કરવા ગઈ હતી, અને પછી…

| Edited By: | Updated on: Jan 03, 2022 | 10:08 AM

સુરત શેતાનોનું ગઢ બનતું જઈ રહ્યું હોય એમ ભાસી રહ્યું છે. સુરતમાં ફરી એક વાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ વખતે 38 વર્ષીય રાહુલ અંકલ નામના શખ્સ પર દુષ્કર્મનો આરોપ છે.

Rape case in Surat: સુરતમાં (Surat) દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. ઘટના ડિંડોલી વિસ્તારની છે. જ્યાં ધોરણ 10માં ભણતી કિશોરી સાથે 38 વર્ષના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. રાહુલ અંકલ (Rahul Uncle) નામના શખ્સ પર દુષ્કર્મનો આરોપ છે. કિશોરીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કિશોરી અગાશી પર પાણીની ટાંકીનો કૉક બંધ કરવા ગઈ હતી.

તે દરમિયાન આસપાસ કોઈ ન હોવાથી રાહુલ નામનો શખ્સ ત્યાં પહોંચી ગયો હતો અને કિશોરી સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર હકીકત કિશોરીએ માતા સમક્ષ વર્ણવતાં, માતાએ રાહુલ અંકલ નામના શખ્સ સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી સુરતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. હજુ ગઈ કાલે જ સુરતના કાપોદ્રામાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જઇને બળાત્કાર કરવાના કેસમાં સરથાણાના યુવકને 10 વર્ષની સખત કેદની સજા અને 20 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. એવામાં આજે ફરી આવી એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

 

આ પણ વાંચો: આર્થિક રીતે નબળા વર્ગના અનામત માટે કુટુંબની આવક મર્યાદા રૂ. 8 લાખ રાખવાનો નિર્ણય, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી જાણકારી

આ પણ વાંચો: Surat: એક જ દિવસમાં આટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાના ભરડામાં, છેલ્લા 9 દિવસમાં 126 વિદ્યાર્થીઓને કોરોના

Published on: Jan 03, 2022 10:02 AM