Rajkot : 108ની પ્રશંસનીય કામગીરી, સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા રિક્ષામાં જ ડિલિવરી કરાવી

|

May 16, 2022 | 8:46 AM

રાજકોટના (Rajkot) માલિયાસણ ગામ નજીક 43 ડિગ્રી તાપમાનમાં રિક્ષામાં જતી (Rickshaw) સગર્ભાને રસ્તામાં જ પ્રસુતિની પીડા ઉપડતા 108ને જાણ કરવામાં આવી હતી.

રાજકોટમાં (Rajkot) કાળઝાળ ગરમી વચ્ચે 108ની ટીમે પ્રશંસનીય કામગીરી કરી. 43 ડિગ્રી તાપમાન વચ્ચે રાજકોટમાં સગર્ભાની રિક્ષામાં ડિલિવરી (Delivery) કરવામાં આવી.મળતી માહિતી મુજબ રાજકોટ નજીક સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા 108ના કર્મીઓએ રિક્ષામાં જ સફળ ડિલિવરી કરાવી હતી.રાજકોટના માલિયાસણ ગામ નજીક 43 ડિગ્રી તાપમાનમાં રિક્ષામાં (Rickshaw) સગર્ભા બેસીને જતી હતી,ત્યારે રસ્તામાં જ તેને પ્રસુતિની પીડા થતા 108ને ફોન મારફતે જાણ કરવામાં આવી હતી.જે બાદ ગણતરીના સમયમાં 108ની ટીમ દોડી આવી હતી અને રિક્ષામાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી હતી.સગર્ભાએ તંદુરસ્ત બાળકને જન્મ આપતા જ 108ની ટીમે રાહત અનુભવી હતી.હાલ માતા અને બાળકની તબિયત સ્વસ્થ(Health)  છે. 108ની ટીમે રસ્તા પર રિક્ષામાં સફળ ડિલિવરી કરાવતા આસપાસમાંથી એકત્ર થયેલા લોકોએ પણ તેમની કામગીરીને બિરદાવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સની ઉતમ કામગીરી

આ પહેલા જામનગરમાં 108 એમ્બ્યુલન્સ સેવા અને તેના સ્ટાફની કામગીરીની ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી. 108ની સેવાને કારણે અકસ્માત કે અન્ય ઇમરજન્સી કેસમાં લોકોનો જીવ બચી જતો હોય છે. ખાસ કરીને અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની ડિલિવરી (Women Delivery) કેસમાં 108ની સેવા ખૂબ જ ઉપયોગી નિવડી છે. 108ના સ્ટાફે રસ્તામાં, ખેતરો પર પહોંચીને, સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ડિલિવરી કરાવી હોવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે.

અહીં એક મહિલાને પ્રવસ પીડા ઉપડ્યાનો કોલ મળ્યા બાદ 108નો સ્ટાફ પહોંચી ગયો હતો પરંતુ તેને વધુ પીડા ઉપડતા તે રેલવે ટ્રેક પર જ પડી ગઈ હતી. જે બાદમાં 108નો સ્ટાફ એક સ્ટ્રેચરમાં મહિલાને દોઢ કિલોમીટર સુધી ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી લાવ્યો હતો અને મહિલાની ડિલિવરી કરાવી હતી.

Next Video