Breaking News : ચોટીલા મંદિર ઉડાવી દેવાની ધમકી આપનાર બે આતંકીને 10 વર્ષની સજા
ચોટીલા મંદિર સહિત સૌરાષ્ટ્રના મંદિરોમાં લોન વુલ્ફ એટેક કરવાનું ષડયંત્ર બનાવાઇ રહ્યુ હોવાની એન્ટી ટેરેરીસ્ટને માહિતી મળી હતી.
Surendranagar : પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા મંદિર ઉડાવી દેવાનુ ષડયંત્ર રચનારા બે આતંકીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહત્વનુ છે કે ચોટીલા મંદિર સહિત સૌરાષ્ટ્રના મંદિરોમાં લોન વુલ્ફ એટેક કરવાનું ષડયંત્ર રચનારા બે આતંકીઓને કોર્ટ આ સજા ફટકારી છે. સ્પેશ્યલ NIA કોર્ટ બે સગા ભાઈ વસીમ અને નઈમને 10 વર્ષની સજા સંભળાવી છે.
સ્પેશ્યલ NIA કોર્ટ 10 વર્ષની સજા ફટકારી
આ બંને ભાઈઓસિરિયામાં ISIS ના સંપર્કમાં આવ્યા હતા,અને બંને એ આંતકીઓ પાસેથી બોમ્બ બનાવાની સામગ્રી, ઉશ્કેરણીજનક સાહિત્યના નક્કર પુરાવા હાથ લાગ્યા છે.આપને જણાવી દઈએ કે, ગુજરાતનો આ પહેલો કેસ છે જેમાં બંને આતંકી ભાઈઓને સજા થઈ હોય.
આપને જણાવી દઈએ કે, આ ષડયંત્ર માત્ર ચોટીલા પુરતુ નહી પરતું આંતરરાષ્ટ્રીય કાવતરું પણ ઘડાઇ રહ્યુ હોવાથી આ કેસની તપાસ NIA ને સોપવામાં આવી હતી. તો સાથે જ તેની સામે 8 હજાર પાનાની ચાર્જસીટ પણ દાખલ કરવામાં આવી હતી.
Published on: Mar 01, 2023 10:24 AM
