Ahmedabad: અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પહેલા AAP માં મોટું ભંગાણ, 10થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાશે

|

Apr 16, 2022 | 6:53 PM

હોદ્દેદારોના રાજીનામા અંગે પ્રદેશ AAP દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. રાજુ કરપડાએ (Raju karpada) સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે કોંગ્રેસમાં જોડાનાર તમામને AAP પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે તેમ પક્ષ પલટાની ઋતુ શરુ થઇ ગઇ છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે. આમ આદમી પાર્ટીના 10થી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં (congress) જોડાશે તેવી માહિતી છે. જેના પગલે AAPનું આખું કિશાન સંગઠન વિખેરાઇ જશે. AAP ના પ્રવિણ ઘોરી, કેયુર પટેલ સહિતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે. એક તરફ આપ નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પક્ષને મજબુત બનાવવા વધુ એક વખત ગુજરાત આવવાનું આયોજન બનાવી રહ્યા છે. જો કે તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ પડ્યુ છે.

દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીને જીત મળ્યા બાદ હવે આપનું મિશન ગુજરાત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર આવી ગયા છે. ત્યારે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે. મળતી માહિતી પ્રમાણે એપ્રિલ મહિનાના અંત સુધી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે. કેજરીવાલની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ ફરી ગુજરાત મુલાકાતે આવવાના છે. જો કે તેમની આ મુલાકાત પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે. આ તમામ કાર્યકરો હવે કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા છે.

AAP ના પ્રવિણ ઘોરી, કેયુર પટેલ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાશે. અમરેલી, રાજકોટ, પાટણ, ભાવનગર, જામનગર અને નર્મદા જિલ્લાના AAPના કિસાન સંગઠનના જિલ્લા પ્રમુખો પણ કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યા છે. તો બીજી તરફ હોદ્દેદારોના રાજીનામા અંગે પ્રદેશ AAP દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. રાજુ કરપડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે કોંગ્રેસમાં જોડાનાર તમામને AAP પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આવશે ચૂકાદો, ઘટનાના 63 દિવસમાં સજા સંભળાવાશે

આ પણ વાંચોઃ Ahmedabad: વહેલી સવારે ધુમ્મસ છવાયું, રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા નહિવત્

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video