Gujarati Video : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક છબરડો, BAની પરીક્ષામાં એક વર્ષ જૂનુ પેપર અપાયુ

|

Apr 04, 2023 | 12:01 PM

સુરતમાં (Surat) આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે ફરી એકવાર યુનિવર્સિટી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીએ BAના વિદ્યાર્થીઓને 1 વર્ષ જૂનું પેપર આપી દીધુ હોવાનું સામે આવ્યુ છે.

Gujarati Video : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક છબરડો, BAની પરીક્ષામાં એક વર્ષ જૂનુ પેપર અપાયુ

Follow us on

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક છબરડો બહાર આવ્યો છે. યુનિવર્સિટીએ BAના વિદ્યાર્થીઓને 1 વર્ષ જૂનું પેપર આપવામાં આવ્યુ હોવાની ઘટના સામે આવી છે. જો કે આટલી મોટી ઘટના બાદ જવાબદાર અધિકારીઓએ છબરડાને લઈ જવાબ આપવાનું ટાળ્યું છે. દર છ મહિને લેવાતી 200થી વધુ પરીક્ષાઓમાં લગભગ તમામમાં ગોટાળા સામે આવ્યા છે.

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે ફરી એકવાર યુનિવર્સિટી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીએ BAના વિદ્યાર્થીઓને 1 વર્ષ જૂનું પેપર આપી દીધુ હોવાનું સામે આવ્યુ છે. ખોટા પ્રશ્નપત્ર, પ્રિન્ટિંગ ભૂલ, ખોટા પાસવર્ડ અને પરિણામના છબરડામાંથી પણ યુનિવર્સિટીએ જાણે બોધપાઠ લીધો નથી.

પ્રવેશ પ્રક્રિયાથી લઈને પરીક્ષાના આયોજનમાં અનેક ગોટાળા સામે આવ્યા છે. યુનિવર્સિટીના સત્તાધિશો છેલ્લા 1 વર્ષમાં 10 વખત ‘નાપાસ’ થયા છે. રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક અને કુલપતિએ એકબીજાને ‘ખો’ આપી રહ્યા છે.

મહત્વનું છે કે વર્ષ 2021માં ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન વિધાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને મોટા ભાગની યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના  વિધાર્થીઓ ઓનલાઇન ચોરી કરતાં ઝડપાયા હતા. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં 1600 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. વીર નર્મદ યુનિવર્સિટીની વિવિધ વિધાશાખાની પરીક્ષા દરમ્યાન 1600 વિદ્યાર્થીઓ ઓનલાઇન  ચોરી કરતાં પકડાયા હતા.

Published On - 12:34 pm, Tue, 21 March 23

Next Video