પાટણમાં દિવાલ ધરાશાયીની ઘટનાને દબાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ, જાણો શું છે સમગ્ર મામલો ?

|

May 12, 2022 | 9:11 AM

કોન્ટ્રાકટરે દિવાલ ધરાશાયી મામલે નગરપાલિકાના ફાયર વિભાગને (Fire Department) કે અન્ય કોઇને પણ જાણ કરી નહોતી. જે બાદ સમગ્ર મામલાને રફેદફે કરવાનો કોન્ટ્રાક્ટરનો પ્રયાસ આખરે સામે આવ્યો.

Patan News : પાટણમાં (Patan)  દિવાલ ધરાશાયીની ઘટનાને દબાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટર(Contractor) દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો. તમને જણાવી દઈએ કે, મંગળવારે બપોરે દિવાલ ધરાશાયી થતા ત્રણ મહિલા મજૂર(Labour)  દટાયા હતા.જેમાં 1 મહિલાનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જ્યારે અન્ય 2 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.જે બાદ તેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

કોમ્પલેક્સના પાર્કિંગમાં ત્રણ મજૂરો દટાયા હતા

મળતી માહિતી મુજબ, કોન્ટ્રાકટરે દિવાલ ધરાશાયી મામલે નગરપાલિકાના ફાયર વિભાગને કે અન્ય કોઇને પણ જાણ કરી નહોતી.જે બાદ સમગ્ર મામલાને રફેદફે કરવાનો કોન્ટ્રાક્ટરનો પ્રયાસ આખરે સામે આવ્યો. એટલુ જ નહીં મૃતક મહિલાનું PM પણ જાણ બહાર કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે.કોન્ટ્રાક્ટરે પોલીસને પણ જાણ કરી ન હોવાથી હાલ આક્ષેપ થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, પાટણના હાંસાપુર નજીક નિર્માણાધીન કોમ્પલેક્સના પાર્કિંગમાં બપોરે આરામ કરતા 3 મજૂરો દટાયા હતા.

વારંવાર દિવાલ ધરાશાયીની ઘટનાથી મજુરોની સલામતી પર સવાલો

આ પહેલા પણ પાટણ શહેરના(Patan City) ભઠ્ઠીના માઢ વિસ્તારમાં મકાનના રીપેરીંગ કામ સમયે બાજુના મકાનની દિવાલ પડતાં ત્રણ મજુરો દટાયા હતાં. જેમાં એકનું મોત થયુ હતું, જ્યારે બે મજુરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતાં સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

Next Video