Gujarat 12 Board Exam Schedule: રાજ્યમાં ધો.12નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર, 1 થી 16 જુલાઈ સુધી ચાલશે પરીક્ષા, જાણો વિગતવાર કાર્યક્રમ
Gujarat 12 Board Exam Schedule: રાજ્યના શિક્ષણ બોર્ડ (Gujarat Education Board)દ્વારા ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 1 જુલાઈથી 16 જુલાઈ સુધી પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Gujarat 12 Board Exam Schedule: રાજ્યના શિક્ષણ બોર્ડ (Gujarat Education Board)દ્વારા ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 1 જુલાઈથી 16 જુલાઈ સુધી પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની રિપિટર પરીક્ષા પણ જાહેર કરાઈ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
1 જુલાઇથી શરૂ થશે પરીક્ષા
1 જુલાઇએ ભૌતિક વિજ્ઞાનનું પેપર
3 જુલાઇએ રસાયણ વિજ્ઞાનનું પેપર
5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર
6 જુલાઇએ ગણિતનું પેપર
8 જુલાઇએ અંગ્રેજીનું પેપર
10 જુલાઇએ ભાષાના પેપર
તમામ પરિક્ષા લેવાશે બે ભાગમાં
બહુ વિકલ્પ અને વર્ણાનાત્મક પરીક્ષા લેવાશે
ધો.12ના પેપરનો સમય બપોરે 2.30થી 6.00 રહેશે
ધો.10ના રિપિટરોનો પણ કાર્યક્રમ જાહેર
1 જુલાઇએ ભાષાઓના પેપર
2 જુલાઇએ ગુજરાતીનું પેપર
3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર
5 જુલાઇએ ગણિતનું પેપર
6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર
7 જુલાઇએ અંગ્રેજીનું પેપર
8 જુલાઇએ દ્વિતીય ભાષાઓનું પેપર
ધો.10ના પેપરનો સમય સવારે 10.00થી 1.15 રહેશે
કોરોનાને કારણે ધોરણ 1થી 11 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડ ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 12ની સમાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1 જૂલાઈથી 16 જૂલાઈ સુધી લેવાશે. ધોરણ 10ની રીપીટ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો. ધો.12ના પેપરનો સમય બપોરે 2.30થી 6.00 રહેશે અને ધો.10ના પેપરનો સમય સવારે 10.00થી 1.15 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.