ગીર સોમનાથ: માવઠાએ બગાડી કાર્તિકી પૂર્ણિમાના મેળાની મજા, ભારે પવન સાથે વરસાદ પડતા મજામાં પડ્યો ભંગ, જુઓ વીડિયો

ગીરસોમનાથમાં માવઠાએ કાર્તિકી પૂર્ણિમાના મેળાની મજા બગાડી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા મેળાની મજામાં ભંગ પડ્યો છે. ભારે પવનના કારણે મેળામાં મોટાભાગમાં સ્ટોલને ભારે નુકસાન થયું છે. ત્રિવેણી સંગમ નજીક હસ્તકલાની દૂકાનનો ડોમ વેરવિખેર થયો જોવા મળી રહ્યો છે.

| Updated on: Nov 26, 2023 | 2:34 PM

આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગીરસોમનાથમાં માવઠાએ કાર્તિકી પૂર્ણિમાના મેળાની મજા બગાડી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા મેળાની મજામાં ભંગ પડ્યો છે. ભારે પવનના કારણે મેળામાં મોટાભાગમાં સ્ટોલને ભારે નુકસાન થયું છે. ત્રિવેણી સંગમ નજીક હસ્તકલાની દૂકાનનો ડોમ વેરવિખેર થયો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Junagadh: કેશોદ તાલુકાના અજાબ ગામના ધરતીપુત્રોને પડતા પર પાટુ, કમોસમી વરસાદથી પાકને નુકસાન-Video

આ ઉપરાંત ભારે વરસાદના કારણે સોમનાથના સુખ સાગર સર્કલ પાસે ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. કાર્તિક પૂર્ણિમા મેળામાં આવેલ લોકોએ વરસાદ પડતા પલાયન કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે અડધો કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. પ્રભાસ પાટણ પોલીસે જહેમત ઊઠાવી આ ટ્રાફિક જામને દૂર કર્યો હતો.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:34 pm, Sun, 26 November 23