MONEY9: વીજળીઃ મફતના ખેલમાં પ્રમાણિક ગ્રાહક કેવી રીતે પીસાય છે, જાણો

|

May 25, 2022 | 10:46 PM

વીજમાફી, સબસિડીના પૈસા સરકાર બજેટમાંથી નથી ચુકવી શકતી. એટલે ડિસ્કૉમ્સ ભારે ખોટમાં છે. જેના કારણે દેશના કેટલાક ભાગોમાં વીજ કટોકટી ઉભી થઇ છે.

MONEY9: વીજમાફી (FREE POWER), સબસિડી (SUBSIDY)ના પૈસા સરકાર બજેટમાંથી ચુકવી શકતી નથી. એટલે ડિસ્કૉમ્સ (DISCOM) ભારે ખોટમાં છે. જેના કારણે દેશના કેટલાક ભાગોમાં વીજ કટોકટી ઉભી થઈ છે. લોકો બિલ ભરતા હોવા છતાં વીજળી વગર તેઓને ધાબા પર સુવાનો વારો આવ્યો છે. આ કિસ્સો પંજાબના લુધિયાણાનો છે. વીજળી ન હોવાના કારણે ગરમીથી ત્રસ્ત થયેલા પિતા અને પુત્ર ઠંડક મેળવવા ઘરના ધાબા પર બેઠા છે. બાળકે ભોળાભાવે પૂછ્યું, પપ્પા છેલ્લા ચાર કલાકથી વીજળી કેમ નથી આવી રહી? પિતાએ જવાબ આપ્યો કે બેટા પાવર પ્લાન્ટમાંથી સપ્લાય કપાયો છે. સપ્લાય કેમ કપાયો છે? બાળકે પૂછ્યું કારણ કે પાવર પ્લાન્ટમાં વીજળી નથી બની રહી.

શું પાવર પ્લાન્ટ્સની પાસે જરૂરિયાત જેટલી વીજળી બનાવવાની ક્ષમતા નથી?

 ના..ના..એવું નથી. જો આપણે પૂરી ક્ષમતાથી વીજળી બનાવીએને તો આપણે પડોશી દેશને પણ વીજળી વેચી શકીએ તો પછી આપણે વીજળી બનાવતા કેમ નથી? બાળકની ઉત્સુકતા વધી ગઈ. કારણ કે વીજળી બનાવવા માટે પાવર પ્લાન્ટ્સની પાસે કોલસો નથી. દેશના 100 પાવર પ્લાન્ટ્સ કોલસા પર ચાલે છે. દેશની 60 ટકા વીજળી કોલસાથી બને છે. આપણા દેશમાં તો કોલસાનો વિશાળ ભંડાર છે. દુનિયાનો પાંચમો સૌથી મોટો કોલ ઇન્ડિયાનું નામ તો સાંભળ્યું જ હશે. દુનિયાની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે.

ડિસ્કૉમ્સ એટલે કે વીજળી વિતરણ કંપનીઓ વીજ કંપનીઓને પૈસા નથી ચૂકવી રહી એટલે તે આગળ ચુકવણી નથી કરી રહી. કારણ કે દેશમાં વીજળીનું બિલ સમયસર ભરવામાં નથી આવી રહ્યું અને  કેટલાક લોકો બિલ ભરે છે, પરંતુ સરકારના ઘણાં વિભાગ ચુકવણી કરતા નથી. વીજમાફી, સબસિડીના પૈસા સરકાર બજેટમાંથી ચુકવી શકતી નથી, એટલે ડિસ્કૉમ્સ ભારે ખોટમાં છે.

જ્યાં સુધી સરકાર ડિસ્કૉમ્સના ડિસ્કૉમ્સ વીજળી કંપનીઓના અને વીજળી કંપનીઓ કોલ ઈન્ડિયાના પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી આ સમસ્યા દરેક એકાદ-બે વર્ષે આપણી સામે આવતી રહેશે. ક્યાં તો સરકારે વીજળી કંપનીઓને બચાવવા માટે નવી લોન આપવી પડશે, ક્યાં તો જુનાની સફાઈ કરીને નવા સુધારા કરવા પડશે. સુધારા એટલે વધારે મોંઘી વીજળી. જ્યાં સુધી આમ નહીં થાય આ સમસ્યા યથાવત રહેશે અને આપણા જેવી દેશની જનતા મોંઘી વીજળીના ભારે બિલ ભરીને ધાબા પર સુતી રહેશે.

Next Video