MONEY9: શેરબજારમાં બાયબેક મારફતે નફો કમાવવાની જાણો ફોર્મ્યુલા
ફોર્મ્યુલા ગુરુ કહે છે કે કંપની રોકાણકાર પાસેથી 50-80 ટકા શેર પણ ખરીદી લે તો રોકાણકારોને ફાયદો થાય છે. ઘણી વાર તો કંપનીઓ આખો ક્વોટા ખરીદી લે છે.
બાયબેક (BUY BACK)માં તમને ફાયદો (RETURN) થવાનો આધાર એ વાત પર છે કે કંપની શેરધારકોના કેટલા શેર ખરીદે છે. એટલે એક્સેપ્ટન્સ રેશિયો (ACCEPTANCE RATIO)ની લઈને ભારે ચર્ચા થતી હોય છે. સેબીએ બાયબેક ઓફરમાં રિટેલ રોકાણકારો માટે 15 ટકા ક્વોટા નક્કી કર્યો છે. આમાં એવા રોકાણકારો જ ભાગ લે છે, જેમનું શેર હોલ્ડિંગ મૂલ્ય 2 લાખ રૂપિયાથી ઓછું હોય. એટલે કંપની પોતાના 1 લાખ શેર પાછા લઈ રહી છે તો તેમાં નાના રોકાણકારો પાસેથી તે 15,000 શેર લેવામાં આવશે.
ફોર્મ્યુલા ગુરુ કહે છે કે કંપની રોકાણકાર પાસેથી 50-80 ટકા શેર પણ ખરીદી લે તો રોકાણકારોને ફાયદો થાય છે. ઘણી વાર તો કંપનીઓ આખો ક્વોટા ખરીદી લે છે. જેમકે વર્ષ 2017માં ટીસીએસની બાયબેક ઓફરમાં પણ આવું જ થયું હતું. યાદ રાખો, એક્સેપ્ટન્સ રેશિયો જેટલો ઓછો હશે, નફો પણ એટલો જ ઓછો થશે.
આ પણ જુઓ: RDG એકાઉન્ટની ખાસિયત શું છે?
આ પણ જુઓ: મ્યુચ્યુઅલ ફંડમાં ELSS એટલે શું? લૉક-ઈન પીરિયડનો નિયમ શું છે?