TV9 Exclusive: માનવ ગોહિલ અને દેવકી વચ્ચેનો જંગ… મત્સ્ય વેધમાં કોની જીત ? TV9 પર થયો ચોંકાવનારો ખુલાસો. જુઓ વીડિયો

|

Oct 07, 2022 | 5:49 PM

ડાયરેકટર નિરવ બારોટે હસતા હસતા કહ્યું કે, મારા માટે સૌથી મોટી ચેલેન્જ બંન્ને પાત્રો દેવકી અને માનવ ગોહિલને સાથે લાવવાનો હતો. જે દર્શકોને સિરીઝ જોયા બાદ જ ખ્યાલ આવશે,

TV9 EXCLUSIVE : મત્સ્ય વેધ એ ગુજરાતીમાં એક આઉટ-ઓફ-ધ-બોક્સ, વન-રૂમ થ્રિલર ડ્રામા (Thriller Drama) છે જે દર્શકોને તેમની ખુરશી પર બેસી રાખવા મજબુર કરશે. 5 એપિસોડની આ વેબ સિરીઝની સ્ટ્રીમિગ 6 ઓક્ટોબરના  ShemarooMe પર થઈ ગઈ છે.દરેક એપિસોડ દર્શકોને સિરીઝ જોવા મજબુર કરશે, સસ્પેન્સ અને રોમાંચક ટ્વીસ્ટથી ભરપૂર છે આ વેબ સિરીઝ, મત્સ્ય વેધ (Matsya Vedh)ની ટીમે ટીવી9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં વેબ સિરીઝના ડાયરેકટર નિરવ બારોટે સિરીઝના બંન્ને પાત્ર દેવકી અને માનવ ગોહિલના મત્સ્ય વેધને લઈ અનેક રાઝ ખોલ્યા હતા.

દેવકી આ વેબ સિરીઝમાં એક અલગ જ અંદાજમાં જોવા મળશે

દેવકીએ કહ્યું કે,  હું આ વેબ સિરીઝને લઈ ખુબ જ ઉત્સાહિત છું મારી આખી ટીમે આ વેબ સિરીઝ માટે ખુબ મહેનત કરી છે. આ સિરીઝ માત્ર 5 એપિસોડનું છે પણ જબરદસ્ત છે.

ટીવી 9 ગુજરાતીના સ્ટુડિયોમાં માનવ અને દેવકીએ ખોલ્યા રાઝ

મે અત્યારસુધી અનેક ફિલ્મો સિરિયલ અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. માનવે કહ્યું આ વેબ સિરીઝમાં કામ કરવું એક ખુશીની વાત છે. સ્ક્રી્પ્ટ જોતા જ મને ખુબ પસંદ આવી, મે હા પાડી અને વેબ સિરીઝમાં કામ કરતા કરતા અમારી આખી યુનિટ એક પરિવાર બની ગઈ હતી, મત્સ્ય વેધ અન્ય સિરીઝથી અલગ હશે. આપણે અનેક વિષયમાં ફિલ્મો સીરિયલ જોઈ હશે , પરંતુ આ વખતે અમે એક અલગ જ વિષય સાથે વેબ સિરીઝ લઈ ને આવ્યા છીએ.નિરવ બારોટે કહ્યું, મે સ્કીપ્ટ પ્રથમ વખત વાંચી ત્યારે જ મને પસંદ આવી હતી ત્યારબાદ આના પર કામ ચાલું કર્યું અને આ વેબ સિરીઝમાં પાત્રો પણ ખુબ સુંદર છે.

વેબ સિરીઝમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ?

દેવકીએ કહ્યું  મારા માટે થિયેટરમાં કામ કરવાનો અનુભવ સારો છે પરંતુ સ્ક્રીનમાં મે છેલ્લે 2003 અને 2004માં કર્યું હતુ. આટલા લાંબા સમય બાદ સ્ક્રીન પર કામ કરવું મારા માટે એક અલગ જ વાત હતી. મારી સાથે આ વેબ સિરીઝમાં માનવ ગોહિલ છે તેની સાથે કામ કરવું એક સારો અનુભવ રહ્યો છે. જ્યારે તમે કોઈ પણ અભિનેતા સાથે કામ કરો ત્યારે તમને ધણું શીખવા મળે છે.

ડાયરેકટર નિરવ બારોટ માટે વેબ સિરીઝમાં પડકાર શું હતો ?

ડાયરેકટર નિરવ બારોટે હસતા હસતા કહ્યું કે, મારા માટે સૌથી મોટો ચેલેન્જ બંન્ને પાત્રો દેવકી અને માનવ ગોહિલને લાવવાનો હતો. જે દર્શકોને સિરીઝ જોયા બાદ જ ખ્યાલ આવશે , ગુજરાતીમાં વેબ સિરીઝમાં એક જ ધરમાં શૂટિંગ કર્યું અમે કોરોના મહામારીમાં આ વેબ સિરીઝનું શૂટિંગ કર્યું છે,

માનવ ગોહિલ ગુજરાતી તરફ કેમ આગળ વધ્યો ?

હું એક અભિનેતા છું અને મારે એક સારી સ્ક્રીપ્ટમાં કામ કરવું હતુ. મારે માત્ર કામ નથી કરવું, મને ગુજરાતીમાં કામ કરવા માટે ધણા ફોન આવે છે ત્યારે મને થાય કે એક સારી સ્ક્રીપ્ટ આવે. આ વેબ સિરીઝનું પાત્ર એવું છે જે મારા માટે એક મોટી ચેલેન્જ હતી, અત્યાર સુધી મે પ્રેમાળ પાત્ર કર્યા છે પરંતુ આ વેબ સિરીઝમાં મારું પાત્ર એકદમ અલગ જ છે. મારી અને દેવકીની મિત્રતા ખુબ જુની છે જે આ વેબ સિરીઝમાં કામ આવી છે.

40 લાખ આપો તો વેબ સિરિઝ વિશે કહું ?

નીરવ બારોટે રમુજી અંદાજમાં કહ્યું 40 લાખ આપો તો મર્ડરનો રાઝ વિશે જણાવું, હું તમને જણાવું આ વેબ સિરીઝમાં કોની જીત થશે એ કહવા 40 લાખ આપવા પડે. આ કોણ જીતે કોણ હારે તેના કરતા આ વેબ સિરીઝ તમને જોશો તો ખબર પડશે. આ બંન્ને પાત્રને જોઈ તમે કહેશો કે આમાં કોણ જીતશે ને કોણ હારશે. માનવે કહ્યું કે, અમે આશા રાખીએ કે, લોકોને આ પાર્ટ પસંદ આવે અને અમે ટુંક સમયમાં બીજી સીઝન લાવીશું.

થ્રિલર અને સસ્પેન્સ કઈ રીતે પસંદ કર્યું ?

માનવે ગોહિલે  કહ્યું  નવરાત્રિમાં ગુજરાતને ખુબ મીસ કરું છુ  હું દેવકીને પ્રથમ વખત મળ્યો તો લાગ્યું આ એકદમ શાંત છે. નીરવે કહ્યું માનવ ગોહિલ ખુબ તોફાની છે એવા પ્રેન્ક કરે છે તેનો પરસેવો પાડી દે છે.

વેબ સિરીઝમાં ઢગલા બંધ સિરીઝ ઓટીટી પર હોય છે પરંતુ તમારે એક અલગ વસ્તુ જોવી હોય ત્યારે તમારા માટે આ સરળ છે કે તમે જે નથી જોયું તે જોવા મળે.દેવકીના આગામી પ્રોજેકેટ  વિશે વાત કરીએ તો કોરોના કાળમાં દેવકીએ 2 ફિલ્મનું શૂટિંગ કર્યું હતુ. ફિલ્મની રિલીઝ ડેટ વિશે થોડા સમયમાં જાહેરાત કરવામાં આવશે.

 

 

Published On - 4:04 pm, Fri, 7 October 22

Next Video