Siddhanth Kapoor Drugs Case : શકિત કપૂરે પુત્ર સિદ્ધાંતનાં ડ્રગ્સ મામલે મૌન તોડ્યું, કહ્યું આ સંભવ નથી

|

Jun 13, 2022 | 12:52 PM

હાલમાં સામે આવેલી માહિતી અનુસાર બેગ્લોર પોલીસે સિદ્ધાંત ( Siddhanth Kapoor) સહિત 6 લોકોની ધરપકડ કરી છે, આ તમામ લોકોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

Shakti Kapoor Son Siddhanth Detained: દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂર (Shakti Kapoor)ના પુત્ર અને અભિનેતા સિદ્ધાંત કપૂરને રવિવારે બેંગ્લોર પોલીસે ધરપકડ કરી હતી. સિદ્ધાંત પર રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે, આ મામલે સિદ્ધાંતના પિતા અને દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે, શક્તિ કપૂરનું કહેવુ છે કે, આ મામલે તેને કોઈ જાણકારી નથી. પરિવાર સિદ્ધાંત ( Siddhanth)નો સંપર્ક કરવાનો પ્રયત્નકરી રહ્યો છે, પુત્રના ડ્રગ્સ લેવાની વાત પર શક્તિ કપુરે કહ્યું કે, આ સંભવ નથી, અંદાજો લગાવવામાં આવે કે, શક્તિ કપૂરનું માનવું છે કે, તેના પુત્રએ ડ્રગ્સ લીધું નથી.

ઈન્ડિયા ટુડેની એક રિપોર્ટ અનુસાર શક્તિ કપૂરે કહ્યું મને આ વિશે ઈન્ડિયા ટુડેના માધ્યમથી જાણ થઈ છે. મને આ ઘટના વિશે કોઈ જાણ નથી, જ્યારે હું સવારે 9 વાગ્યે ઉઠ્યો તો સમાચાર ચાલી રહ્યા હતા તેની ધરપકડ કરવામાં આવી છે, મને કોઈ પણ આઈડિયા નથી, પરિવાર તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે,

આ સંભવ નથી : શક્તિ કપૂર

timesofindia સાથે વાતચીતમાં શક્તિ કપૂરે પુત્ર સિદ્ધાંત દ્વારા ડ્રગ્સ લેવાની વાત પર પોતાનો મૌન તોડ્યું છે, સિદ્ધાંતના ડ્રગ્સ લેવાને લઈ શક્તિ કપૂરે કહ્યું કે, હું માત્ર એક જ વાત કહી શકું કે, આ સંભવ નથી

ઓનલાઈન મીડિયા રિપોર્ટસ અનુસાર બેંગલોર પોલીસને રેવ પાર્ટીને લઈ ટિપ મળી હતી.પોલીસે એમજી રોડ પર આવેલી એક હોટલમાં અનેક લોકોની ધરપકડ કરી હતી. પોલીસે અંદાજે 35 લોકોના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોના સેમ્પલ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, આ 6 લોકોમાં સિદ્ધાંત કપૂરનું નામ પણ સામેલ છે.

Next Video