Vishal Dadlani Hit Songs: ‘ધૂમ’થી લઈને ‘બલમ પિચકારી’ સુધીના આ છે વિશાલ દદલાનીના હિટ ગીતો

|

Jun 28, 2022 | 12:26 PM

આજે વિશાલ દદલાની (Vishal Dadlani) તેનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, આજે અમે તમારા માટે વિશાલ દદલાનીના હિટ ગીતોનું પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે, જુઓ ગીતો

Vishal Dadlani Hit Songs: હિન્દી બોલિવુડમાં લોકોનો ફેવરિટ ગાયક વિશાલ દદલાની છે. વિશાલ દદલાની 1994થી પોતાના કરિયરની શરુઆત કરી હતી, વિશાલ તેના પિતાના મ્યુઝિક કલેક્શન સાંભળી આજે મોટા સ્ટોજ પર પહોંચ્યો છે, તેમણે હિંદી સિવાય તેલુગૂ અને મરાઠી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. 1999માં આવેલી ફિલ્મ પ્યારમે કભી કભી ગીત મુસુ મુસુ હાસી થી ઓળખ મળી છે. વિશાલ (Vishal Dadlani ) એક મ્યુઝિક ક્મ્પોઝર અને ગાયકની સાથે-સાથે ટીવી રીયાલિટી શો (Reality Shows)નો જજના રુપમાં પણ જોવા મળે છે, આજે તે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, આ તકે અમે તમારા માટે તેના કેટલાક ગીતોનું પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે,

ધુમ ફિલ્મનું પહેલું ટાઈટલ ગીત પોપ સિંગર ટાટા યંગે ગાયું હતુ પરંતુ ધૂમ બીજા પાર્ટ માટે મ્યૂઝિક કંપોઝર પ્રીતમે વિશાલ દદલાનીને આપ્યું હતુ જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે,

શાહિદ કપૂરની ફિલ્મ કમીનેનું ગીત ધન તે નન થી વિશાલ દદલાનીએ મ્યુઝિક કંપોઝર વિશાલ ભારદ્વાજની સાથે મળી ધમાલ મચાવી હતી.

વર્ષ 2012માં અર્જુન કપુર અને પરિણીતિ ચોપરાની ફિલ્મ ઈશ્કઝાદેનું ગીત છોકરા જવાન હૈને વિશાલ દદલાની અને સુનિધિ ચૌહાણની સાથે મળી ગાયું હતુ

યે જવાની હૈ દિવાની ફિલ્મનું ગીત બલમ પિચકારી હોળીમાં ખુબ લોકો પસંદ કરે છે. આ ગીતને પ્રીતમે કંપોઝ કર્યું હતુ

તીસ માર ખની ફિલ્મનું ગીત શીલા કી જવાની આજે પણ લોકોની પહેલી પસંદ છે, વિશાલ દદલાનીએ સુનિધિ ચૌહાણ સાથે મળી આ ગીત ગાયુ હતુ

ઋતિક રોશન અને કેટરીના કૈફની ફિલ્મ બૈંગ-બૈંગ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ગીત તૂ મેરી વિશાલ-શેખરની જોડીએ સાથે મળીને તૈયાર કર્યું છે

ગુંડે ફિલ્મનું ગીત તુને મારી એન્ટ્રીનું દેશી અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો છે, આગીતને કેકે અને નીતિ મોહનની સાથે વિશાલે દેશી તડકો લગાવ્યો છે

બજરંગી ભાઈજાનનું ગીત સેલ્ફી લેલેરે ને વિશાલે શાનદાર બનાવવામાં કોઈ કમી રાખી નથી. આજે પણ ફેવરિટ છે

બોક્સર મેરી કૉમ પર બનેલી ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી, આ ફિલ્મનું ગીત જિદ્દી દિલમાં વિશાલ દદલાનીએ પોતાનો અવાજ આપ્યો છે

શાહિદ કપુર અને આલિયા ભટ્ટની ફિલ્મ શાનદારનું ગુલાબો ગીતમાં પણ વિશાલનો અવાજ છે.

 

 

Next Video