દિલ્હીના કાપડ માર્કેટમાં ભીષણ આગ, ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

|

Oct 05, 2022 | 11:10 PM

દિલ્લીમાં(Delhi)  ગાંધીનગરની કાપડ માર્કેટમાં(Textile Market) ભીષણ આગ(Fire)  લાગી છે. જેમાં ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. તેમજ હાલ 150થી વધુ ફાયરના જવાનો કાર્યરત છે. જ્યારે  હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

દિલ્લીમાં(Delhi)  ગાંધીનગરની કાપડ માર્કેટમાં(Textile Market) ભીષણ આગ(Fire)  લાગી છે. જેમાં ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. તેમજ હાલ 150થી વધુ ફાયરના જવાનો કાર્યરત છે. જ્યારે  હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. દિલ્હી ફાયર સર્વિસીસના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર વિસ્તારની ગીચતા અને આસપાસ પાણી ભરવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. હજુ સુધી આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

TV9 ભારતવર્ષ સાથે વાત કરતા, દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે આ ઘટનાની પુષ્ટિ કરી. અતુલ ગર્ગના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. દિલ્હી ફાયર હેડક્વાર્ટરને બુધવારે સાંજે લગભગ 6 વાગ્યે આગની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ આગ પર કાબૂ મેળવવા માટે શરૂઆતમાં 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. બાદમાં આગને વિકરાળ બનતી જોઈને વધુ 25 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. અતુલ ગર્ગે કહ્યું, “જ્યાંથી આગ લાગી તે વિસ્તાર ખૂબ જ સાંકડો છે. શેરીઓ પણ નાની છે. આથી આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ફાયર ફાયટરો વહેલી તકે આગ પર કાબુ મેળવવા માટે કાર્યરત

અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આગની ઘટના પૂર્વ દિલ્હીમાં સ્થિત ગાંધી નગર, નેહરુ ગલી, જય અંબે શોપથી શરૂ થઈ હતી. હાલ રાત્રીના 10 વાગ્યા સુધી 35 ફાયર ટેન્ડર અને 150 થી વધુ જવાનો આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ વિસ્તાર સાંકડો હોવાથી આગ સતત વધી રહી છે. ફાયર ફાઈટરોને કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફાયર બ્રિગેડને દૂર દૂરથી વાહનોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. તેમ છતાં, અમે શક્ય તેમ  આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

Published On - 10:34 pm, Wed, 5 October 22

Next Video