દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપના ઝટકા, પાકિસ્તાનમાં પણ જોવા મળી અસર

|

Jan 05, 2023 | 10:28 PM

દિલ્હી એનસીઆરની સાથે જમ્મૂ કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

દેશની રાજધાની દિલ્હીની ધરા ધ્રુજી છે. દિલ્હી-એનસીઆરમાં 7 અને 57 મિનિટે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. દિલ્હી એનસીઆરની સાથે જમ્મૂ કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

સૌથી ખાસ વાત એ છે કે અલગ અલગ જગ્યાઓ પર આવેલા આ ભૂકંપથી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જમ્મૂ કાશ્મીરમાં 5.8ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ અફઘાનિસ્તાનમાં રહ્યું.

1 જાન્યુઆરીએ કારગીલમાં આવ્યો હતો ભૂકંપ

તમને જણાવી દઈએ કે નવા વર્ષના પ્રથમ દિવસે જ એટલે કે 1 જાન્યુઆરીએ લદ્દાખના કારગિલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ દરમિયાન ભૂકંપની તીવ્રતા 4.6 રહી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 150 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપના ઝટકા શનિવારે અડધી રાત્રે 1.19 વાગ્યે આવ્યા હતા.

Next Video