ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા, જુઓ-Video
મોટાભાગના લોકો ઘરની છત પર પણ ટાઈલ્સ નખાવે છે જો તમે પણ તમારા ઘરની છત પર ટાઈલ્સ નંખાવી છે તો ગમે ત્યારે આવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
મોટાભાગના લોકો હવે આખા ઘરોમાં ટાઈલ્સ નખાવે છે તે સાથે તેઓ ઘરની છત પર પણ ટાઈલ્સ નખાવે છે જો તમે પણ તમારા ઘરની છત પર ટાઈલ્સ નંખાવી છે તો ગમે ત્યારે આવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
ઘરની છત પર ટાઈલ્સ લગાવાથી થશે આ નુકસાન !
અહીં અમે તમને એક વીડિયો બતાવી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ઘરની છત પર લાગેલી ટાઈલ્સને કાઢી રહ્યા છે હવે ટાઈલ્સને કાઢવાનું કારણ શું છે તે તમને જણાવી દઈએ તો તે ઘરમાં ભેજ વધી રહ્યો છે હવે આ ભેજ વધવાનું કારણ છે વરસાદનું પાણી ટાઈલ્સની ધારોમાંથી પાણી સ્લેબમાં જાય છે અને તેના કારણે ઘરમાં ભેજ લાગે છે.
તમને જણાવી દઈએ કે બીજુ નુકસાન એ થાય છે કે આ પાણી લાંબો સમય સ્લેબમાં રહેવાથી કોંક્રિટ કમજોર થવા લાગે છે અને સ્લેબમાં લાગેલા સળિયામાં કાટ ખવાય જાય છે. આથી ઘરની છત પર ટાઈલ્સ લગાવવાનું ટાળવું જોઈએ નહીં તો વોટર પ્રૂફિંગ હોય તે રીતે લગાવડાવી જોઈએ.
આ સિવાય આ બાબતોનું ધ્યાન રાખો
- Waterproofing: છત પર લગાવવાની તૈયારી કરતાં પહેલાં, યોગ્ય waterproofing મટીરીયલનો ઉપયોગ જરૂર છે.
- Drainage: છત પર સારી રીતે પાણી નીકાળી શકે તેવા ડ્રેનેજ સિસ્કેમ લગાવવું.
- Sealant: દરેક ટાઈલ્સના પડો પર યોગ્ય સીલન્ટ લગાવવું, જેથી પાણી જમા સ્લેબમાં ના થાય.