Delhi Flood: યમુના (Yamuna) નદીના રેકોર્ડ બ્રેક જળસ્તરે દિલ્હીના લોકોને આ હાલતમાં લાવીને છોડી દીધાં છે કે તેમના ઘરોમાં પાણી ઘુસી ગયા. યમુના બજારમાં કેટલાય મકાન જળમગ્ન થઈ ગયા. પલંગથી લઈને સામાન સુધી, બધું જ ડૂબી ગયું. કોઈ સીડીઓ ઉપર, તો કોઈ છત ઉપર મદદની આસ લગાવીને બેઠું હતું. પાણીનું લેવલ એટલું વધી ગયું કે ખતરો મંડરાઈ રહ્યો છે.
આ પણ વાંચો : Delhi Flood: દિલ્હી પાણી-પાણી… કાશ્મીરી ગેટથી લઈને યમુના બજાર સુધી બધા વિસ્તાર પાણીમાં ડુબ્યા, જુઓ Video
પર્વતો પર વરસાદ અને હરિયાણાના હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાને લીધે યમુનાનું જળસ્તર વધી ગયું. જેના લીધે કિનારાના વિસ્તારો ડૂબી ગયા. દિલ્હીમાં રસ્તાઓ પણ હાલ તો જાણે નદીઓ જેવા ભાસી રહ્યા છે. દ્વિચક્રી વાહનો હોય કે ગાડીઓ કે પછી મોટી ટ્રક બધા જ વરસાદી પાણીની ઝપેટમાં આવી ગયા છે. ઠેર ઠેર વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો