દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ સામે થયેલ બદનક્ષીના કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. પણ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ તરફથી હાઇકોર્ટમાં આજે રજૂઆત કરવામાં આવતા બન્નેએ કેસની તત્કાલ સુનાવણીની કરી માંગ કરી છે. જે બાદ હાઈકોર્ટે તાત્કાલીક સુનાવણીનેે લઈને ટકોર કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી ભર્યા નિવેદનો આપવાનો કેજરીવાલ અને સંજય સિંહ પર આરોપ લાગ્યો હતો. દિલ્હી સીએમ અને આપના સંસદ તરફથી કેસની તત્કાલ સુનાવણી મુદ્દે કોર્ટમાં થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. સેશન્સ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને વચગાળાની રાહત મળી નથી.
મેટ્રોપોલિટન કોર્ટે જારી કરેલા સમન્સ પર વચગાળાના હુકમથી રોકની માંગ સેશન્સ કોર્ટે ફગાવ્યા બાદ આજે હાઇકોર્ટમાં રજૂઆત થનાર છે . હાઇકોર્ટ આ સુનાવણીની રજૂઆત મુદ્દે શું વલણ અપનાવે છે તે મહત્વનું બની શકે છે. 11 ઓગસ્ટના રોજ હાજર થવા માટે આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યુ હતું. સમન્સને પડકારતી રિવિઝન અરજીમાં વચગાળાની રાહત આપવા સેશન્સ કોર્ટે ઈન્કાર કર્યો હતો. આ હુકમ સામે તત્કાલ સુનાવણીની આજે હાઇકોર્ટમાં થઈ શકે છે.
Published On - 10:30 am, Wed, 9 August 23