સુરેન્દ્રનગર સમાચાર: રખડતા ઢોરના હુમલામાં ઢોર કોન્ટ્રાક્ટરનું મોત

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવા ગયેલા કોન્ટ્રાક્ટર પર આખલાએ હુમલો કર્યો હતો. રામજીભાઈ શહેરમાં રખડતા આખલાઓને પકડી પાંજરે પૂરતા હતા ત્યારે આખલાએ હુમલો કર્યો હતો. રામજીભાઈને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યા તેમનું મોત થયું હતું. કોન્ટ્રાક્ટર રામજીભાઈના મોતથી પરિવાર શોક મગ્ન બન્યો છે.

| Updated on: Nov 29, 2023 | 2:19 PM

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે, સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવા ગયેલા કોન્ટ્રાક્ટર પર આખલાએ હુમલો કર્યો હતો. રામજીભાઈ શહેરમાં રખડતા આખલાઓને પકડી પાંજરે પૂરતા હતા ત્યારે આખલાએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કોન્ટ્રક્ટરનું સારવાર દરમિયાન મોત થયું છે.

મહત્વનું છે કે સુરેન્દ્રનર જિલ્લામાં આ પહેલા પણ રખડતા ઢોરનો આતંક સામે આવી ચુક્યો છે, ત્યારે રખડતા ઢોર રસ્તા પર રજળતુ મોત સાબિત થયું છે. રખડતા આખલાએ રામાભાઈને ખુંદી નાખ્યાં હતા. રામજીભાઈને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યા તેમનું મોત થયું હતું. કોન્ટ્રાક્ટર રામજીભાઈના મોતથી પરિવાર શોક મગ્ન બન્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરઃ ચોટીલાના દેવસર ગામમાં બેફામ ખનીજ માફિયાઓ, બંદૂક સાથે રસ્તે નીકળ્યું ટોળુ

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Published On - 2:19 pm, Wed, 29 November 23