Rahul Study: રાહુલ ગાંધી 12 પાસ છે કે ગ્રેજ્યુએટ? રાહુલ ગાંધીએ પોતે જ જણાવ્યું, જુઓ Video

|

Jan 28, 2023 | 1:42 PM

મહત્વનું છે કે રાહુલ ગાંધી વિશે અનેક વાર સવાલો પુછવામાં આવે છે કે રાહુલ ગાંધી 12 પાસ કર્યું છે કે નહિં, જો કે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હુ પોસ્ટ ગ્રેજ્યુએટ છું.

રાહુલ ગાંધીને જ્યારે પુછવામાં આવ્યું કે તેમે કેટલુ ભણેલા છો ? રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મે સેન્ટ સ્ટેફીનમાં એક વર્ષ ભણ્યો હતો, ત્યા મે હિસ્ટ્રી(ઈતિહાસ) ભણ્યો હતો. ત્યાર બાદ હુ હાવર્ડ યુનિવર્સિટી(Harvard University)માં મે ઈન્ટરનેશનલ રિલેશન એન્ડ પોલીટિક્સ ભણ્યો છું અને ત્યારબાદ મારા પિતાના અવસાન બાદ મારી સિક્યોરીટીમાં પ્રોબ્લમના કારણે છોડી દીધુ અને ત્યારબાદ મે અમેરિકાની ફ્લોરિડામાં આવેલી રોલીન્સ કોલેજ(Rollins College)માં મે ઈન્ટરનેશનલ રિલેશન ઇકોનોમિક્સ ભણ્યો છું, ત્યારબાદ મે ઈગ્લેંડની કેમ્બ્રિજ યુનિવર્સિટી(cambridge university)માંથી મે ડિવલોપમેન્ટ ઈકોનોમિક્સમાં માસ્ટર કર્યું છે. કેમ્બ્રિજ અને હાવર્ડ યુનિવર્સિટી બન્ને સારી છે. રાહુલ ગાંધીએ અર્થશાસ્ત્રમાં માસ્ટર કર્યું છે.

રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડોયાત્રા કરી રહ્યા છે, ત્યારે તેમની યાત્રા દેશના અનેક રાજ્યમાંથી પસાર થઈ રહી છે, હાલ તેમની યાત્રા જમ્મુ કાશ્મીરમાં પહોચી છે. રાહુલ ગાંધી જ્યારે રાજસ્થાનમાંથી ભારત જોડો યાત્રા લઈને પહોચ્યા હતા, ત્યારે એક કામીયા જાની નામના youtuber તેમનું ઈન્ટરવ્યું કર્યું હતુ.

રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પૌત્ર છે. તેમની દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી હતા. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે, તેમને એક બહેન પ્રિયંકા ગાંધી છે જે પણ રાજકારણમાં સક્રિય છે. રાહુલે 2004 માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેઓ ઉત્તર પ્રદેશના તેમના પિતાના મતદારક્ષેત્રમાંથી અમેઠીથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2007 ના રોજ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Next Video