દાહોદ સમાચાર: નકલી કચેરી કેસમાં સ્ફોટક કબૂલાત, આરોપીએ 2018થી 2023 સુધી અડધો ડઝન નકલી કચેરી કરી ઉભી

દાહોદ સમાચાર: નકલી કચેરી કેસમાં સ્ફોટક કબૂલાત, આરોપીએ 2018થી 2023 સુધી અડધો ડઝન નકલી કચેરી કરી ઉભી

| Updated on: Nov 11, 2023 | 11:42 AM

આરોપીની પૂછપરછમાં વિગતો સામે આવતા પ્રોયજના વહીવટદારે અધિકારીઓ પાસે તપાસ કરાવી હતી. અધિકારીઓની પ્રાથમિક તપાસમાં 6થી વધુ નકલી કચેરીઓનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસને આશંકા છે કે આરોપી સંદિપ રાજપૂતે અન્ય પણ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં નકલીના નામે અસલી કૌભાંડ આચર્યું હોઇ શકે છે. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં વધુ કયા નવા ખુલાસા થાય છે.

નકલી કચેરી બનાવીને રૂ.4.15 કરોડના કૌભાંડને અંજામ આપનાર આરોપી સંદિપ રાજપૂતની પૂછપરછમાં સ્ફોટક વિગતો સામે આવી રહી છે. છોટાઉદેપુર બાદ આરોપી સંદિપ રાજપૂતે દાહોદમાં પણ હાથ અજમાવ્યો હતો.

તપાસમાં ખુલાસો થયો કે આરોપી સંદિપ રાજપૂતે દાહોદમાં એક, બે નહીં, અડધો ડઝન જેટલી નકલી કચેરીઓ ખોલી હતી અને 100થી વધુ કામોના નામે તેણે 18 કરોડ 59 લાખ રૂપિયાનો ચૂનો સરકારને ચોપડ્યો છે. વર્ષ 2018થી ઠગાઇનો શરૂ થયેલો સિલસિલો 2023 સુધી ચાલતો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરોપીની પૂછપરછમાં વિગતો સામે આવતા પ્રોયજના વહીવટદારે અધિકારીઓ પાસે તપાસ કરાવી હતી. અધિકારીઓની પ્રાથમિક તપાસમાં 6થી વધુ નકલી કચેરીઓનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસને આશંકા છે કે આરોપી સંદિપ રાજપૂતે અન્ય પણ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં નકલીના નામે અસલી કૌભાંડ આચર્યું હોઇ શકે છે. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં વધુ કયા નવા ખુલાસા થાય છે.

આ પણ વાંચો: વીડિયો: નકલી સરકારી કચેરી કેસમાં આરોપીના 70 બેન્ક ખાતામાં રહેલા 3 કરોડ રૂપિયા કર્યા ફ્રીઝ