દરિયાઈ ચાંચિયાઓએ કર્યું જહાજનું અપરહણ, જુઓ ડરાવનારો વીડિયો

| Updated on: Nov 21, 2023 | 4:08 PM

તુર્કીથી ભારત આવી રહેલા કાર્ગો શિપ ગેલેક્સી લીડરનું લાલ સમુદ્રમાંથી અપહરણ કરનાર યમનના હુતી વિદ્રોહીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ હેલિકોપ્ટરની મદદથી જાપાનની માલિકીના આ જહાજ પર કબજો જમાવ્યો હતો.

તુર્કીથી ભારત આવી રહેલા કાર્ગો શિપ ગેલેક્સી લીડરનું લાલ સમુદ્રમાંથી અપહરણ કરનાર યમનના હુતી વિદ્રોહીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ હેલિકોપ્ટરની મદદથી જાપાનની માલિકીના આ જહાજ પર કબજો જમાવ્યો હતો. હૂતીથી બળવાખોરો વહાણ પર ઉતર્યા અને હથિયારો તાકી જહાજ પર કબજો કરી લીધો.

એક ઈઝરાયેલના અબજોપતિ પાસે પણ આ જહાજના આંશિક માલિકી હક્ક છે. હવે હૂતીથી બળવાખોરોના રાજકીય બ્યુરોના સભ્યએ ચેતવણી આપી છે કે તેમની સંસ્થા ઇઝરાયેલના અંત સુધી આ હુમલાઓ કરવાનું ચાલુ રાખશે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે હૂથીઓએ ઈરાનના ઈશારે આ કાર્યવાહી કરી નથી.