MONEY9: શું UPI બની શકે ક્રેડિટ-ડેબિટ કાર્ડનો વિકલ્પ?

|

May 12, 2022 | 3:50 PM

UPIનો ઉપયોગ દર મહિને વધી રહ્યો છે. માર્ચ દરમિયાન UPI ટ્રાન્ઝેક્શનમાં અંદાજે 98 ટકા અને ટ્રાન્ઝેક્શન વેલ્યૂમાં 92 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ ગ્રોથ એપ્રિલમાં પણ ચાલુ રહ્યો.

UPIનો ઉપયોગ દર મહિને વધી રહ્યો છે. માર્ચ દરમિયાન યુપીઆઇ (UPI) ટ્રાન્ઝેક્શનમાં અંદાજે 98 ટકા અને ટ્રાન્ઝેક્શન વેલ્યૂમાં 92 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ ગ્રોથ એપ્રિલમાં પણ ચાલુ રહ્યો. એપ્રિલમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 111 ટકાથી વધુની વૃદ્ધિ થઇ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન (ONLINE TRANSACTION) વેલ્યૂમાં 99 ટકાનો વધારો થયો. ગત 13 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ડિયા ઇન પિકસલ્સ (@indiainpixels)ના એક ટ્વીટ પર કોમેન્ટ કરી હતી. આ ટ્વીટમાં ભારતમાં ઓક્ટોબર 2016થી માર્ચ 2022 દરમિયાન UPI ટ્રાન્ઝેક્શનના આંકડાઓને એક ઑડિયો-વિઝ્યુઅલ્સ ચાર્ટ તરીકે દર્શાવાયા છે. આ ચાર્ટ ભારતમાં ડિજિટલ પેમેન્ટની એક એવી ક્રાંતિને દર્શાવે છે. જેણે દેશમાં લેવડ-દેવડ કરવાની એક રીતભાતને જ બદલી નાંખી.  

આ આખી પ્રવૃતિના કેન્દ્રમાં છે UPI. જેનો ઉપયોગ દર મહિને વધી રહ્યો છે. માર્ચ દરમિયાન UPI ટ્રાન્ઝેક્શનમાં અંદાજે 98 ટકા અને ટ્રાન્ઝેક્શન વેલ્યૂમાં 92 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ ગ્રોથ એપ્રિલમાં પણ ચાલુ રહ્યો. એપ્રિલમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 111 ટકાથી વધુની વૃદ્ધિ થઇ અને ટ્રાન્ઝેક્શન વેલ્યૂમાં 99 ટકાનો વધારો થયો. એપ્રિલ 2021ની સરખામણીએ ચાલુ વર્ષે UPI દ્વારા પેમેન્ટ્સની સંખ્યા લગભગ બેગણી થઇ. વેલ્યૂ પણ લગભગ ડબલ થઇ ગઇ છે.

મામલો એવો છે કે ગૂગલ-પે થી લઇને ફોન-પે સુધી બધાનો દાવ UPI પર લાગ્યો છે. પેમેન્ટના મોરચે બધાની દુકાન UPI ના સહારે છે. હવે સામાન્ય લોકોથી માંડીને નાના દુકાનદાર સુધી બધા ખુશ છે. બસ ફોન કાઢ્યો અને ફટાક દઇને પેમેન્ટ કર્યું. લારી-ગલ્લાંવાળા માટે પોઇન્ટ ઑફ સેલ્સ એટલે કે PoS (પીઓએસ) મશીન ખરીદવું એક સપના જેવું હતું. UPI એ તેમની આ જરૂરિયાતને જ સમાપ્ત કરી નાંખી. હવે તમે વિચારતા હશો કે આ તો બધા માટે વિન-વિન જેવી વાત છે. પરંતુ આવુ નથી. હકીકતમાં, UPIની આ આંધીમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પોતાનો ધંધો બચાવવાના જુગાડમાં લાગી ગયા છે. કેશના તો જાણે કે અચ્છે દિન જ ગાયબ થઇ ગયા છે.  

UPIની આ લહેરમાં બેંકોની કમાણી ઘટતી દેખાઇ રહી છે. તો વિઝા અને માસ્ટર કાર્ડ માટે પણ મોટા પડકારો ઉભા થયા છે. બેંકોનું દુઃખ એ છે કે કાર્ડના નામે ગ્રાહકો પાસેથી ખુબ કમાણી થઇ રહી હતી. સો પ્રકારના ચાર્જ અને મનમરજીની પૂરી છૂટ. ક્રેડિટ-ડેબિટ કાર્ડ માર્કેટ પર કબજો ધરાવનારા વિઝા અને માસ્ટરકાર્ડ પણ બારીકાઇથી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. હકીકતમાં, ક્રેડિટ અને ડેબિટ કાર્ડની પેમેન્ટ ટેક્નોલોજી એટલી જટીલ છે કે વિઝા અને માસ્ટરકાર્ડના ધંધામાં આખી દુનિયામાં આજ સુધી કોઇને સફળતા નથી મળી.

 ફેબ્રુઆરીમાં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તો વિઝા, માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસે રશિયામાં પોતાની સર્વિસિઝ બંધ કરી દીધી. પરિણામે રશિયામાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી આખી સિસ્ટમ જ ધરાશાયી થઇ ગઇ. તો શું ભારતમાં આવા જ કોઇ સંકટના સમયે UPI એક વિકલ્પ બની શકે છે? હાલના આંકડા તો આ વાતની સાક્ષી પૂરી રહ્યાં છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડા દર્શાવી રહ્યાં છે કે હાલમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં થોડોક ઘટાડો આવ્યો છે. જાન્યુઆરીના મુકાબલે ફેબ્રુઆરી દરમિયાન ટ્રાન્ઝેક્શન જ નહીં ટ્રાન્ઝેક્શન વેલ્યૂ પણ ઘટી છે.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું ભવિષ્ય શું?

હવે વાત કરીએ કે કેમ UPIના કારણે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. તો આના કેટલાક મોટા કારણો છે. પહેલી વાત તો તમારા ખિસ્સા સાથે જોડાયેલી છે અને તે એ કે UPI ટ્રાન્ઝેક્શન્સ તમને સસ્તા પડે છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર તમને વાર્ષિક ચાર્જ અને અન્ય તમામ ફી ચૂકવવી પડે છે.  

બીજી વાત. તમારી પાસે કાર્ડ હોય કે ન હોય, ફોન હોય તો ગમે ત્યાંથી પણ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એટલું જ નહીં, રિઝર્વ બેંક તો ઇન્ટરનેટ વગર પણ UPI ટ્રાન્ઝેક્શન્સ કેવી રીતે કરી શકાય તેની પર કામ કરી રહી છે.  એટલે કે તમારી પાસે સસ્તો ફિચર ફોન પણ છે તો પણ તમે UPIથી લેવડદેવડ કરી શકો છો. આ ગામડાના છેવાડાના વ્યક્તિ માટે મોટી રાહતની વાત હશે.

ત્રીજું, UPI દ્વારા ATMથી પૈસા કાઢવાની યુક્તિઓ પર પણ કામ ચાલી રહ્યું છે. ડેબિટ કાર્ડની સૌથી વધુ જરૂરિયાત આ જ કામ માટે પડતી હતી પરંતુ હવે એ પણ હાથમાંથી નીકળી જશે.

રિઝર્વ બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર બેંકોની મનમાની રોકવાની તૈયારી કરી ચુકી છે. ગ્રાહકોની મરજી વગર તેમને કાર્ડ પધરાવવા અને કારણ વગરના ચાર્જ વસૂલવાની બેંકોની પ્રવૃતિઓ સામે રિઝર્વ બેંકે લાલ આંખ કરી છે.  એટલે કે, દેશમાં પૈસાની લેવડ-દેવડના ચિત્રમાં એક મોટો ફેરફાર થઇ ચૂક્યો છે. આવનારા સમયમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે જાતને ટકાવી રાખવાના સંઘર્ષનો હશે.

Next Video