ઉત્તરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓ ભરેલી બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો, તમામ મુસાફરો સલામત

|

Sep 17, 2022 | 7:53 PM

ઉત્તરાખંડમાં(Uttarakhand ) ચારધામ યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓ ભરેલી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. યમુનોત્રી માર્ગ પર કટા પત્થર નજીક બસમાં આગ લાગી હતી. જો કે ચાલકે બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢ્યા હતા

ઉત્તરાખંડમાં(Uttarakhand ) ચારધામ યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓ(Devotees)  ભરેલી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. યમુનોત્રી માર્ગ પર કટા પત્થર નજીક બસમાં આગ(Fire)  લાગી હતી. જો કે ચાલકે બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢ્યા હતા. આ બસમાં સવાર 21 પૈકી 19 શ્રદ્ધાળુઓ ગુજરાતના છે. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર થોડીવારમાં જ કાબૂ મેળવી લીધો હતો અને યાત્રાળુઓને અન્ય બસમાં સલામત સ્થળે લઈ જવાયા હતા.  આ બસમાં અમદાવાદ અને જૂનાગઢના 4, સુરત, તાલાલા, રાજકોટ, ભાવનગરના બે અને ગોંડલના એક શ્રદ્ધાળુ સવાર હતા.

Published On - 7:52 pm, Sat, 17 September 22

Next Video