વિરપુરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ, અયોધ્યા રામમંદિરમાં આજીવન જલારામ મંદિર તરફથી થાળ ધરાવાશે

|

Jan 16, 2021 | 3:57 PM

અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. આ મામલે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.’ આ વાતની જાણ […]

અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. આ મામલે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.’ આ વાતની જાણ ગામલોકોને થતા જ સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા. આ ઉપરાંત ગામલોકોએ ઢોલ વગાડી અને ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવી લીધો હતો. સમગ્ર ગામમાં આ વાતને લઇને એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:42 pm, Fri, 4 December 20

Next Video