જાણો ભગવાન જગન્નાથની રથયાત્રાનો આખો રુટ, ક્યાં સમયે ક્યાં વિસ્તારમાં પહોંચશે રથયાત્રા?

|

Jul 04, 2019 | 1:21 AM

ભગવાન જગન્નાથની યાત્રા અમદાવાદમાં ધૂમધામથી નીકળી છે. હાલ આ જગન્નાથની યાત્રાને લઈને કોઈ અણબનાવ ના બને તે માટે મંદિરના પરિસરો અને રસ્તાઓને પોલીસની છાવણીમાં તબદીલ કરી દેવાયા છે. Amdavadis, Have a look at the official traffic Map along with timing before stepping out of home today.Closed Route (Red) | Alternative Route (Green). (Image Credit : […]

જાણો ભગવાન જગન્નાથની રથયાત્રાનો આખો રુટ, ક્યાં સમયે ક્યાં વિસ્તારમાં પહોંચશે રથયાત્રા?

Follow us on

ભગવાન જગન્નાથની યાત્રા અમદાવાદમાં ધૂમધામથી નીકળી છે. હાલ આ જગન્નાથની યાત્રાને લઈને કોઈ અણબનાવ ના બને તે માટે મંદિરના પરિસરો અને રસ્તાઓને પોલીસની છાવણીમાં તબદીલ કરી દેવાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભગવાન જગન્નાથની યાત્રાના રુટ વિશે વાત કરીએ તો સૌપ્રથમ 4 જૂલાઈના રોજ સવારે 7 વાગ્યે મંદિરથી રથયાત્રાનો શુભારંભ થશે. આ યાત્રા ત્યાંથી નીકળીને 9 વાગ્યે અમદાવાદ મ્યનુસિપિલ કોર્પોરેશનની ઓફિસ પહોંચશે. સવારે 9.45 કલાકે આ યાત્રા રાયપુર ચકલા પાસેથી પસાર થશે. ત્યારબાદ આગળનું સવારે 10.30 કલાકે ખાડીયા ચાર રસ્તા યાત્રા પહોંચશે. સવારે 11.45 વાગ્યે યાત્રા કાલુપુર સર્કલ પાસેથી પહોંચશે અને ભાવિકો દર્શન કરી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

યાત્રા સરસપુર ખાતે મંદિરે બપોરે 12 વાગ્યે પહોંચી જશે અને પછી પરત ફરશે. 2 વાગ્યે યાત્રા ફરીથી કાલુપુર સર્કલ પાસે પહોંચશે. 2.30 કલાકે યાત્રા પ્રેમ દરવાજા પાસે પહોંચી જશે. 3.45 કલાકના સમયે યાત્રા શાહપુર દરવાજા પહોંચી જશે. બપોરે 4.30 કલાકે જગન્નાથની યાત્રા આર.સી. હાઈસ્કૂલ ખાતે પહોંચશે. સાંજે 5 કલાકે યાત્રાનું મુકામ ઘી કાંટા ખાતે હશે. 5.45 કલાકે યાત્રા પાનકોર નાકા જ્યારે 6.30 કલાકે જગન્નાથ ભગવાનની યાત્રા માણેક ચોક ખાતે પહોંચશે. રાત્રે 8.30 વાગ્યે યાત્રા નીજ મંદિરે પરત આવી જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  CM દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીના એફિડેવિટમાં 2 ગૂનાનો ખૂલાસો ન કર્યો, 23 જૂલાઈએ સુપ્રીમમાં અંતિમ સુનાવણી

આમ આ ઉપરના સમય મુજબ યાત્રામાં ભગવાન જગન્નાથ નગરમાં નીકળશે. જગન્નાથની યાત્રા કોમી એકતાનું પણ પ્રતિક માનવામાં આવે છે. આ યાત્રામાં લાખો લોકો ભાવથી જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article