Mythology : મહાભારતનાં યુદ્ધમાં ચક્રવ્યુહની માયાજાળ, જાણો ચક્રવ્યુહનું રહસ્ય

|

Jul 20, 2021 | 9:25 AM

પૌરાણિક સમયમાં દુશ્મન સામે જીત માટે યોદ્ધાઓ અલગ અલગ સૈન્ય વ્યુહ રચના કરતા હતા. તેમાંથી સૌથી વધારે ઘાતક ચક્રવ્યુહને માનવામાં આવતું હતું. એવું કહેવાય છે કે ચક્રવ્યુહ તે સમયની એવી યુદ્ધનીતિ હતી કે, જેમાં મોટા યોદ્ધાઓ પણ પરાસ્ત થઈ જતા હતા.

Mythology : પૌરાણિક સમયના સૌથી મોટા ધર્મ યુદ્ધ મહાભારતની વાત થાય છે, ત્યારે યુદ્ધના ચક્રવ્યુહની વાત જરૂરથી કરવામાં આવે છે. ચક્રવ્યુહ એટલે તે યુદ્ધ નીતિ કે જેમાં અર્જુન અને સુભદ્રાના પુત્ર અભિમન્યુનો વધ થયો હતો. એવું કહેવાય છે કે, કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય અને ભગવાન શ્રી કૃષ્ણ સિવાય, ફક્ત અર્જુન જ ચક્રવ્યુહને ભેદવાની કળા જાણતા હતા.

અર્જુને તેની પત્ની સુભદ્રાને ચક્રવ્યુહ ભેદવાની કળા કહી હતી. તે સમયે અભિમન્યુ સુભદ્રાના ગર્ભમાં હતો અને તેને ચક્રવ્યુહ ભેદવાની કળા શીખી હતી. પરંતુ અર્જુનની વાત સાંભળતા સમયે સુભદ્રાને ઉંઘ આવી ગઈ. તેથી અભિમન્યુ ચક્રવ્યુહના છ દરવાજા ભેદવાની કળા શીખી ગયો, પરંતુ સાતમો દરવાજો ભેદવાની કળા એક રહસ્ય જ રહી ગઈ.

ચાલો આપણે જાણીએ કે ચક્રવ્યુહ શું હતું અને તેને કેવી રીતે ભેદી શકાય.

પૌરાણિક સમયમાં દુશ્મન સામે જીત માટે યોદ્ધાઓ અલગ અલગ સૈન્ય વ્યુહ રચના કરતા હતા. તેમાંથી સૌથી વધારે ઘાતક ચક્રવ્યુહને માનવામાં આવતું હતું. એવું કહેવાય છે કે ચક્રવ્યુહ તે સમયની એવી યુદ્ધનીતિ હતી કે, જેમાં મોટા યોદ્ધાઓ પણ પરાસ્ત થઈ જતા હતા. ચક્રવ્યુહની રચનામાં હજારો સૈનિકોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે બધા ઘણાં કિલોમીટર સુધી એક વર્તુળાકાર ચક્ર બનાવતા હતા.

આ ચક્રવ્યુહમાં કોઈ પણ યોદ્ધા પ્રવેશ કરી લે તો તે સરળતાથી બહાર નિકળી શકતા નહી. આ ચક્રવ્યુહમાં રહેલા સૈનિકો સતત તેમનું સ્થાન બદલતા રહે છે, જેના કારણે આકાશમાંથી જોવામાં આવે તો તે એક ચક્ર ફરતું હોય તેવું લાગે છે. ચક્રવ્યુહને જોતાં ફક્ત તેમાં પ્રવેશ કરવાનો રસ્તો દેખાય પરંતુ તેમાંથી બહાર નીકળવાનો ના દેખાય.

એક ચક્રવ્યુહમાં સૈનિકોની સાત સુરક્ષા લાઇન હોય છે. જેમાંથી પ્રથમ પંક્તિના સૈનિકો હંમેશા ફરતા રહે છે. ચક્રવ્યુહની આ લાઈનમાં સામાન્ય પ્રકારના સૈનિકોને રાખવામાં આવે છે. ચક્રવ્યુહની બીજી પંક્તિમાં, દુશ્મનને વધુ આગળ જતા અટકાવવા માટે પ્રથમ લાઇન કરતા વધુ કુશળ સૈનિકો મૂકવામાં આવ્યા છે. તે જ રીતે, ચક્રવ્યુહની છઠ્ઠી સુરક્ષા લાઇન સુધી, સૈનિકો અને યોદ્ધાઓને તૈનાત કરવામાં આવે છે. છેલ્લી પંક્તિમાં એટલે કે સાતમી લાઇનમાં, ચક્રવ્યુહના સર્જક અને સૌથી કુશળ અને શક્તિશાળી યોદ્ધાઓ હોય છે.

મહાભારતના યુદ્ધના તેરમા દિવસે, કૌરવોના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યએ ચક્રવ્યુહની રચના કરી હતી, ત્યારે સાતમી પંક્તિમાં તેમણે તેમના સિવાય દુર્યોધન, દુધાસન, કર્ણ, કૃપાચાર્ય અને અશ્વથમા જેવા મહારથીઓને તૈનાત કર્યા હતા. જો કોઈ યોદ્ધા લડાઈ કરતા કરતા ચક્રવ્યુહમાં પ્રવેશ કરી લે છે તો તે થોડા સમય બાદ થાકી જાય છે. જેમ જેમ તે સુરક્ષા પંક્તિઓને ભેદી આગળ વધશે તેમ તેને વધારે કુશળ સૈનિકો સાથે લડવું પડશે.

એકવાર અંદર પ્રવેશ કર્યા બાદ તે યોદ્ધાને જીતવું કે ચક્રવ્યુહની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. આ કારણથી જ જે યોદ્ધાને આ ચક્રવ્યુહ વિશે બધી જ જાણકારી હોતી નથી તે સાતમી સુરક્ષા લાઇન પર જતા જતા થાકને કારણે મૃત્યું પામતો હોય છે. કૌરવ પક્ષના યોદ્ધાઓએ જ્યારે અભિમન્યુનો વધ કર્યો હતો તે સમયે તે ચક્રવ્યુહની સાતમી પંક્તિ સુધી પહોચી ગયો હતો.

ધર્મગ્રંથ અનુસાર, ચક્રવ્યુહને તે જ યોદ્ધા ભેદી શકતો, જે યુદ્ધ નીતિનો જાણકાર હોય અને સાથે એક કુશળ ધનુર્ધર હોઈ. કારણ કે જ્યારે કોઈ યોદ્ધા ચક્રવ્યુહમાં પ્રવેશ કરે છે, તે જ ક્ષણે તે ચક્રવ્યુહમાંથી બહાર નિકળવાનો માર્ગ સુનિશ્વિત કરી લે છે. આ યોદ્ધા તે વાત સારી રીતે જાણી લે છે કે, બહાર તરફ યોદ્ધાઓની સંખ્યા ઓછી હોય છે, જ્યારે અંદર તરફ યોદ્ધાઓ વધારે છે.

ચક્રવ્યુહના આ ભાગમાં સૈનિકોની સંખ્યા ઘટાડવા માટે બહાર તૈનાત યોદ્ધાઓનો વધારેમાં વધારે વધ કરવો જરૂરી બને છે. જેથી ચક્રવ્યુહની ગતી જાળવી રાખવા માટે વધુને વધુ યોદ્ધાઓને બહાર તરફ તૈનાત કરવામાં આવે. આમ થવાથી ચક્રવ્યુહના અંદરના ભાગમાં રહેલા યોદ્ધાઓની સંખ્યા ઘટતી જાય છે. સાથે જ એક કુશળ યોદ્ધા એ પણ જાણે છે કે, ફરતા ચક્રવ્યુહમાં એક સ્થાન ખાલી હોય છે, જે જગ્યા પરથી ચક્રવ્યુહની બહાર નીકળી શકાય છે. આમ, કુશળ યોદ્ધા આ સ્થાનથી જ ચક્રવ્યુહને ભેદી બહાર નિકળી જાય છે અને વિજયી બને છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ વાંચો : Bhakti: શું તમે જાણો છો અમરનાથ ગુફાની કબૂતર જોડીનું રહસ્ય શું છે ? વાંચો રોચક કથામાં

Next Video