ભગવાન શ્રીકૃષ્ણનાં બડે ભૈયા બલરામજી વિશે આ તમને ખબર છે ? જાણો રસપ્રદ કથા

|

Jun 09, 2021 | 7:53 AM

બલરામજી હંમેશા ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ તરીકે જાણીતા છે. બલરામજી ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ હતા તે પણ ભગવાન શ્રી કૃષ્ણની એક લીલા હતી. બલરામજી ભગવાન શ્રીકૃષ્ણના દરેક કાર્યમાં એક શિક્ષકની ભૂમિકા ભજવતા હતા.

બલરામજી હંમેશા ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ તરીકે જાણીતા છે. બલરામજી ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ હતા તે પણ ભગવાન શ્રી કૃષ્ણની એક લીલા હતી. બલરામજી ભગવાન શ્રીકૃષ્ણના દરેક કાર્યમાં એક શિક્ષકની ભૂમિકા ભજવતા હતા. આજે તમને બલરામજી વિશે એ જણાવીશું જે તમે ક્યારેય સાંભળ્યું નથી.

પુરાણોમાં વર્ણન છે કે બલરામજી શેષનાગના અવતાર છે. બળ એટલે આધ્યાત્મિક શક્તિ, જેના દ્વારા મનુષ્ય જીવનનો સર્વોચ્ચ આનંદ, એટલે કે પરમાનંદ પ્રાપ્ત કરી શકે છે. આ આનંદને રમણ કહેવામાં આવે છે. તેથી બલારામજીનું નામ આ બે શબ્દો બલ અને રમણ પરથી પડ્યું છે.

એવું કહેવાય છે કે, જ્યારે ભગવાન આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે, ત્યારે બધા દેવતાઓ પણ તેમની સાથે પ્રકટ થાય છે. લગભગ પાંચસો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ ચૈતન્ય મહાપ્રભુ તરીકે અવતાર ધારણ કર્યો હતો. આ અવતારમાં ભગવાન સ્વયં ભક્તના રૂપમાં આવ્યા અને કળિયુગમાં ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી તે શીખવ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ પહેલા નિત્યાનંદ પ્રભુ જન્મ્યા હતા અને નિત્યાનંદ પ્રભુ પોતે બલરામના અવતાર હતા.

કંસએ તેની બહેનનાં લગ્ન વસુદેવ સાથે કર્યા, પરંતુ લગ્ન પછી આકાશવાણી થઈ કે, દેવકી અને વસુદેવનો આઠમો પુત્ર કંસનો વધ કરશે. ત્યારબાદ કંસએ બંનેને જેલમાં બંધ કરી દીધા અને તેમના પહેલા છ પુત્રોનો વધ કર્યો. સાતમા પુત્ર બલરામજી હતા. ભગવાન શ્રી વિષ્ણુએ યોગ માયાથી દેવકીના ગર્ભમાં રહેલા બલરામજીને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યા હતા. આ રીતે બલરામજીનો દેવકીના ગર્ભમાં ઉછેર થયો અને રોહિણીના ગર્ભથી જન્મ થયો.

બલરામજીના લગ્ન રેવતી સાથે થયા હતા. એવું કહેવામાં આવે છે કે રેવતીજીનું કદ બલરામજી કરતા ઘણું વિશાળ હતું તેથી બલરામજીએ રેવતીજીનું કદ તેના હળથી ઘટાડી અને તેની સાથે લગ્ન કર્યા હતા.

ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારકામાં રહેવા લાગ્યા, ત્યારબાદ બલરામજી એક વખત પોતાના માતાપિતા અને વૃંદાવનવાસીઓને મળવા માટે વૃંદાવન ગયા હતા. બધા જ લોકો બલરામજીને ભગવાન શ્રી કૃષ્ણ વિશે જ પૂછતા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવન છોડ્યા પછી ક્યારેય પાછા ફર્યા ન હતા.

ગોપીઓ કૃષ્ણ પ્રેમને કારણે તેમને યાદ કરી આંસુ વહાવી રહી હતી. તે સમયે બલરામજી ગોપીઓની લાગણીને શાંત કરી ના શક્યા અને ત્યારબાદ તેમને ગોપીઓ સાથે રાસ લીલા કરી. રાસ લીલાના સમયે વરુણદેવે તેની પુત્રી વારૂણીને પ્રવાહી મધના રૂપમાં મોકલી. બલરામજી અને તમામ ગોપીઓ સુગંધ અને સ્વાદથી પ્રસન્ન થયા. બલરામજી યમુના નદીમાં રાસ લીલાનો આનંદ માણવા માંગતા હતા તેથી તેમને યમુનાજીને બોલાવ્યા.

ત્યારે યમુનાજીએ આવવાની ના પાડી. આ વાતથી બલરામજી ક્રોધિત થયા અને યમુનાજીને કહ્યું કે, હું તમને મારા હળથી અહીં ખેંચીશ અને તમારા અનેક ટુકડા થશે એવો શ્રાપ આપું છું. ત્યારે યમુનાજીને તેની ભૂલનો અહેસાસ થયો અને બલરામજીની માફી માંગી. બલરામજીએ યમુનાજીને માફ કર્યા, પરંતુ હળથી ખેંચીવાને કારણે યમુનાજી આજ સુધી નાના નાના ભાગમાં વહે છે. બલરામજીએ ગોપીઓ સાથે અહી બે મહિના સુધી રાસલીલા કરી હતી.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બલરામજીએ શા માટે મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો ના હતો? બલરામજીએ ભગવાન શ્રી કૃષ્ણને પણ સમજાવ્યું હતું કે, પાંડવો અને કૌરવ બંને તેમના મિત્રો છે અને તેથી આ યુદ્ધમાં વચ્ચે ના આવવું જોઈએ.

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા ધર્મ અને સત્યનો પક્ષ લે છે, પછી ભલે તે એક દુશ્મન હોય કે મિત્ર. તેથી જ, ભગવાને કૌરવોને સ્વયં શ્રી કૃષ્ણ કે સેના પસંદ કરવાનું કહ્યું હતું. ભીમ અને દુર્યોધન બંનેએ બલરામજી પાસેથી ગદા ચલાવવાની વિદ્યા પ્રાપ્ત કરી હતી. બલારામજી માટે બંને એક સમાન હતા. તેથી તેઓ આ બંનેને લડતા જોઈ શકતા ના હતા. તેથી જ બલરામજી તે સમયે તીર્થયાત્રા માટે નીકળી ગયા હતા.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ વાંચો : Mythology : તમને ખબર છે ? ગૌતમ બુદ્ધનાં માથા પરના વાળનું રહસ્ય શું છે ? જાણો આ અહેવાલમાં

Published On - 7:50 am, Wed, 9 June 21

Next Video