VIDEO: જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહા શિવરાત્રીના મેળાનો ત્રીજો દિવસ, દેશ-વિદેશથી પધાર્યા મહંતો

|

Jan 16, 2021 | 4:21 PM

જૂનાગઢના ભવનાથના મેળામાં મહા શિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મેળામાં આવી રહ્યાં છે. જૂનાગઢમાં આવતા લાખો ભક્તોને સાચવવા માટે અલગ અલગ 500થી વધુ રાવટીઓ અને આશ્રમો દ્વારા દિવસ રાત ભોજન અને ભજનની વ્યવસ્થા કરવામાઆવી છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

જૂનાગઢના ભવનાથના મેળામાં મહા શિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મેળામાં આવી રહ્યાં છે. જૂનાગઢમાં આવતા લાખો ભક્તોને સાચવવા માટે અલગ અલગ 500થી વધુ રાવટીઓ અને આશ્રમો દ્વારા દિવસ રાત ભોજન અને ભજનની વ્યવસ્થા કરવામાઆવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહા શિવરાત્રી એટલે શિવની ઉપાસનાનો શ્રેષ્ઠ સમય. શિવભક્તો દેશ દૂનિયાના ખુણે ખુણેથી અહિંયા ઉમટી પડે છે. તમામ લોકો માટે આશ્રમો, રાવટીઓ દ્વારા ભોજન સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ શિવરાત્રીના દિવસે જ આ જગ્યાનું કેમ મહત્વ છે, મુખ્ય રવાડી ક્યા સમયે નિકળે, કોણ કોણ રવાડીમાં ઉપસ્થિત રહે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેના વિશે જુના અખાડાના સાધુ બુધગીરી બાપુએ માહિતી આપતા જણાવ્યું કે શિવરાત્રીના દિવસે અનેક જોગીઓ, સાક્ષાત શિવજી પણ કોઈ પણ વેશ ધરી મૃગી કુંડમાં સ્નાન કરવા આવે છે, એટલે સ્વાભાવિક છે કે ભક્તો પણ આ દિવસે ભવનાથ અને ગીરનારની તળેટી પર આવે છે. દેશભરના સાધુઓ મહાશિવરાત્રીએ જૂનાગઢ અને ભવનાથમાં અચુક આવે છે. આ દિવસે ગીરનાર અને ભવનાથનું વિશેષ મહત્વ છે, કારણ કે ગુરુદતાત્રયે સૌથી પહેલા અહીં શિવની સાધના કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ, વેપારીઓ પોતાની માગ પર અડગ

Published On - 7:02 am, Wed, 19 February 20

Next Video