બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં સત્તા પરિવર્તન, મંદિરમાં ફરી આચાર્ય પક્ષ સતા પર

|

Jan 16, 2021 | 3:55 PM

વિવાદનો પર્યાય બનેલા ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. આચાર્ય પક્ષે સત્તા પરિવર્તનનો દાવો કર્યા બાદ દેવપક્ષ વળતો પ્રહાર કર્યો છે. જેને લઇને વિવાદ વધુ વકર્યો છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં આચાર્યપક્ષે સત્તા પરિવર્તનનો દાવો કર્યો હતો. અને ટ્રસ્ટીઓની હાજરીમાં પાર્ષદ રમેશ ભગતને ચેરમેન પદે નિમણૂક કરી દેવાયા હતા. જોકે આ […]

વિવાદનો પર્યાય બનેલા ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. આચાર્ય પક્ષે સત્તા પરિવર્તનનો દાવો કર્યા બાદ દેવપક્ષ વળતો પ્રહાર કર્યો છે. જેને લઇને વિવાદ વધુ વકર્યો છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં આચાર્યપક્ષે સત્તા પરિવર્તનનો દાવો કર્યો હતો. અને ટ્રસ્ટીઓની હાજરીમાં પાર્ષદ રમેશ ભગતને ચેરમેન પદે નિમણૂક કરી દેવાયા હતા. જોકે આ નિમણૂક થયાની જાણ થતા જ દેવપક્ષે હુંકાર કર્યો છે. અને ચેરમેન પદે ખોટી રીતે નિમણૂંક કરીને સત્તા પરિવર્તનનો આક્ષેપ લગાવ્યો હતો. એક તરફ રમેશ ભગત પોતાને નિયમાનુસાર ચેરમેન બનાવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ દેવપક્ષે આરોપ લગાવ્યો છે કે કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર જ નિમણૂક કરી દેવામાં આવી છે. અને તેઓએ આ નિમણૂંકને પડકારશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 2:36 pm, Sun, 6 December 20

Next Video