Bhakti : તિરૂપતિ બાલાજી મંદિરમાં જમણી બાજુ એક છડી જોવા મળે છે તેનાથી ભગવાનને પડતો હતો માર? વાંચો

|

Feb 17, 2021 | 8:34 AM

દક્ષિણ ભારતમાં અનેક આકર્ષક મંદિરો આવેલા છે, જ્યા પ્રવેશ કરવાથી જ એક ઔલોકિક અનુભુતી થાય છે. તિરૂપતિ બાલાજી મંદિર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે. આ મંદિર ભારતીય સ્થાપત્ય કલા અને હસ્ત કલાનું ઉત્તમ ઉદાહરણ છે.

Bhakti : દક્ષિણ ભારતમાં અનેક આકર્ષક મંદિરો આવેલા છે, જ્યા પ્રવેશ કરવાથી જ એક ઔલોકિક અનુભુતી થાય છે. તિરૂપતિ બાલાજી મંદિર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે. આ મંદિર ભારતીય સ્થાપત્ય કલા અને હસ્ત કલાનું ઉત્તમ ઉદાહરણ છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં સ્થિત તિરૂપતિ બાલાજી મંદિર ભારતના મુખ્ય યાત્રાધામોમાંથી એક યાત્રાધામ છે. મંદિરનું અસલી નામ શ્રી વેંકટેશ્વર મંદિર છે કારણ કે ભગવાન વેંકટેશ્વર અહીં બિરાજમાન છે, જે સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છે.

આ પ્રાચીન મંદિર તિરૂપતિ પર્વતના સાતમા શિખર પર આવેલું છે, જે વેંકટચલા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે, વેંકટ પર્વતમાળાના સ્વામી હોવાના કારણે ભગવાન વિષ્ણુને ભગવાન વેંકટેશ્વર કહેવાય છે. તિરૂપતિ બાલાજીની સ્થાપત્ય કલા તો અદ્દભૂત છે જ સાથે આ મંદિર સાથે જોડાયેલ કેટલાક આશ્ચર્યજનક તથ્યો અને રહસ્યો પણ છે.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

Next Video