VIDEO: માં ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી શરૂ, વૈષ્ણોદેવી સર્કલ પાસે બનશે ભવ્ય ઉમિયાધામ

|

Jan 16, 2021 | 4:20 PM

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી બે દિવસ માટે શરૂ થયો છે. આજે સવારથી બપોર સુધીમાં અયુત આહુતિ યજ્ઞ કરવામાં આવ્યો. જગત જનની માં ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. સાથે જ માં ગંગાના પવિત્ર […]

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી બે દિવસ માટે શરૂ થયો છે. આજે સવારથી બપોર સુધીમાં અયુત આહુતિ યજ્ઞ કરવામાં આવ્યો. જગત જનની માં ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. સાથે જ માં ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન પણ કરવામાં આવ્યું છે.

 

આ સમારોહમાં અભિવૃદ્ધિ વધારતા એક વિશ્વ વિક્રમ સર્જાશે. બપોરે બે વાગ્યે જગત જનની મા ઉમિયાની આરાધના કરતી 11 હજાર બહેનોની જવારા યાત્રા નીકળશે. આ યાત્રામાં સમગ્ર અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી આવેલી બહેનો જોડાશે. જગત જનની માં ઉમિયાની પ્રસાદી સ્વરૂપની ગુલાબી રંગની સાડી સાથે માથા પર જવારા લઈ વિશ્વ ઉમિયાધામ ખાતે 11 હજાર બહેનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉપરાંત બે દિવસ સમારોહમાં આવનારા લોકો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરાયું છે. જેના માટે અલગ અલગ રસોડા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ અહીં પણ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

29 ફેબ્રુઆરીના રોજ સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન થશે. સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ થશે. શિલાન્યાસ સમારોહમાં મહંત સ્વામી મહારાજ અને શ્રી શ્રી રવિશંકર આશીર્વચન આપશે. શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારતભરના 21 કરતાં વધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. તો બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે. મહત્વનું છે કે 431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: VIDEO: પાટીદાર આંદોલનમાં હિંસાના કેસ મામલે હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટથી રાહત, ધરપકડ પર લગાવી રોક

Published On - 7:40 am, Fri, 28 February 20

Next Video