MONEY9 : મકાન વેચવું છે ? આ કામ કરો ફટાફટ વેચાઇ જશે મકાન !

|

Jun 07, 2022 | 3:38 PM

મકાન વેચતા પહેલા કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. જેમ કે ઘરને સ્વચ્છ રાખવું, પેન્ટ કરાવવું, જરૂરી સમારકામ કરાવવું. વેચવા માટે મકાનને તૈયાર કરવા પ્રોફેશનલની મદદ લઇ શકાય છે.

MONEY9: છ વર્ષથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલું રિયલ એસ્ટેટ (REAL ESTATE) માર્કેટ પાછું પાટા પર આવી રહ્યું છે. પહેલા નોટબંધી, પછી જીએસટી (GST) અને ત્યારબાદ કોવિડે બજારની રોનક છિનવી લીધી હતી. ધડાધડ વેચાતા મકાનોમાં ધૂળ જામી ગઇ હતી. પરંતુ તસવીર હવે કંઇક બદલાઇ રહી છે. ડ્રીમ હોમની આશામાં મકાનોનું વેચાણ વધી રહ્યું છે

મકાન વેચતા પહેલા કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. જેમ કે ઘરને સ્વચ્છ રાખવું, પેન્ટ કરાવવું, જરૂરી સમારકામ કરાવવું. વેચવા માટે મકાનને તૈયાર કરવા પ્રોફેશનલની મદદ લઇ શકાય છે. જો કે, એ વાતનું ધ્યાન રાખો કે કોઇ પણ બિનજરૂરી ખર્ચ નહીં કરે. પ્રોપર્ટી સાથે જોડાયેલી કાગળની કાર્યવાહી પૂરી રાખો. બાકી વીજ બિલ અને હાઉસ ટેક્સ ભરી દો.

બ્રોકિંગ ફર્મ હોમેંટ્સના ફાઉન્ડર પ્રદીપ મિશ્રા જણાવે છે કે પ્રોપર્ટીની અસલ કિંમત જાણવાની બે રીતો છે. જો મકાન જાતે બનાવ્યું છે તો સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી તેની સ્ટ્રેન્થ ચેક કરાવો. ત્યારે તમને ખબર પડશે કે મકાનમાં કેટલો જીવ બચ્યો છે. આજની તારીખમાં તેની વેલ્યૂ શું છે. આ હિસાબે તમે કન્સ્ટ્રક્શન કૉસ્ટ લગાવશો. હવે વાત જમીનના રેટની કરીએ. હાલના સમયમાં જમીનનો રેટ શું છે, તેના માટે તમે લોકલ પ્રોપર્ટી ડીલરનો સંપર્ક કરી શકો છો.

ઘર વેચવા માટે તમારે ઘણીબધી ઔપચારિકતાઓ પૂરી કરવાની હોય છે. હોમેંટ્સના ફાઉન્ડર મિશ્રા જણાવે છે કે સૌથી પહેલા તમારે વેચાણ લેવડ-દેવડની શરતો અને નિયમો નક્કી કરી લેવા જોઇએ. જો પ્રોપર્ટી હાઉસિંગ સોસાયટી છે તો આરડબલ્યૂએ પાસેથી એનઓસી લેવી પડશે. જો ફ્લેટ અંડર કન્સ્ટ્રક્શન છે તો ડેવલપર એનઓસી આપશે. જો રજિસ્ટ્રી થઇ ચૂકી છે તો સોસાયટીના મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ પાસેથી એનઓસી લેવી પડશે. આ સાથે જ ટ્રાન્સફર ડીડ, હાઉસ ટેક્સ અને વીજળીનું નવું બિલ, ઓળખકાર્ડ અને એડ્રેસ પ્રૂફ જેવા દસ્તાવેજ પણ તૈયાર રાખવા જોઇએ.

ઘર માટે ખરીદાર શોધવા માટે જુની રીતો જેવી કે પડોશીઓ કે દોસ્તો સાથે વાત કરવી હંમેશા કામમાં આવે તે જરૂરી નથી. આવા સંજોગોમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી સર્વિસિઝ પૂરી પાડનારી કંપનીઓની મદદ લઇ શકાય છે. જો તમે પ્રોપર્ટી બજારની સારી સમજ રાખનારા પ્રોફેસનલની સલાહ લઇ રહ્યાં છો તો બ્રોકરેજની ચિંતા ન કરો. તમે ઑનલાઇન પ્લેટફૉર્મની પણ મદદ લઇ શકો છો.

લોનવાળી પ્રોપર્ટી વેચવા પર તમારે બેંક સાથે સંપર્કમાં રહેવું જોઇએ. બેંકની લોન ચૂકવ્યા બાદ તમને ઘરના ઓરિજિનલ દસ્તાવેજ પાછા મળી જાય છે. તમે એગ્રીમેન્ટ ટૂ સેલના સમયે ખરીદાર પાસેથી પ્રાપ્ત રકમ અને પોતાના રિસોર્સથી પૈસા ભેગા કરીને બેંકના પૈસા ભરી શકો છો. જો ખરીદાર પણ તે જ બેંક પાસેથી લોન લે, જેમાં તમારી લોન ચાલી રહી છે તો બેંક ઇન્ટરનલી લોનની ટ્રાન્સફર કરી દે છે અને વેચનારાને હોમ લોનના પૈસા કાપીને બાકીના પૈસા આપી દે છે.

જો તમારી પ્રૉપર્ટીની વેલ્યૂ 50 લાખ રૂપિયાથી વધુ છે, તો તેની પર એક ટકાનો TDS લાગશે. ખરીદાર એક ટકા ટીડીએસ કાપીને વિક્રેતાને ટીડીએસ સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેશે. આ રકમ વિક્રેતાની ચુકવણીમાંથી કાપી લેવામાં આવશે. આ ઉપરાંત, જો તમે બે વર્ષની અંદર તમારી સંપત્તિ વેચી નાંખો છો તો આવી લેવડ-દેવડ પર થતા લાભને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે STCG માનવામાં આવે છે. બીજી તરફ કોઇ સંપત્તિને 2 વર્ષ રાખ્યા બાદ વેચવાથી જે લાભ થાય તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે LTCG ગણવામાં આવશે.

Next Video