MONEY9: પોલીસી ખરીદતા પહેલાં વીમા એજન્ટને પૂછો કેટલાક જરૂરી સવાલ

|

Jun 22, 2022 | 3:52 PM

બેરોજગારીના સમયમાં વીમા એજન્ટોની સંખ્યા સતત વધી રહી છે. વીમા ઉદ્યોગમાં પ્રવેશ કરનારા નવા એજન્ટ સૌથી પહેલા પોતાના સગાસંબંધી અને પરિચિતોને જ પૉલિસી ખરીદવા માટે દબાણ બનાવે છે.

MONEY9: બેરોજગારીના સમયમાં વીમા એજન્ટો (INSURANCE AGENT)ની સંખ્યા સતત વધી રહી છે. વીમા (INSURNCE) ઉદ્યોગમાં પ્રવેશ કરનારા નવા એજન્ટ સૌથી પહેલા પોતાના સગાસંબંધી અને પરિચિતોને જ પૉલિસી ખરીદવા માટે દબાણ બનાવે છે. જો તમારી પર પણ વીમો ખરીદવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું છે તો શું કરશો? 

ઉદાહરણ સાથે જોએ તો, બીટેક કર્યા બાદ અમિત નોકરીની શોધમાં હતા. આખુ વર્ષ બેકાર રહ્યા બાદ એક ખાનગી કંપનીમાં એજન્ટ બની ગયા. પહેલા દિવસે જ તેમને પૉલિસી વેચવાનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો. આ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે અમિત પોતાના સગાસંબંધીઓ પર જ દબાણ બનાવી રહ્યાં છે.

આ કહાની ફક્ત અમિતની જ નથી. લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના જાન્યુઆરી 2022ના આંકડા અનુસાર દેશમાં 24 લાખથી વધુ જીવન વીમા એજન્ટ છે. જેમાંથી 13.28 લાખ એજન્ટ ફક્ત એલઆઇસીના છે. જ્યારે કોરોના મહામારીની પહેલી લહેરમાં મોટી સંખ્યામાં લોકોની નોકરી જઇ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો વીમા કંપનીઓ સાથે જોડાઇ રહ્યાં હતા. બેરોજગારીના સમયમાં એટલે કે વર્ષ 2020-21માં જીવન વીમા ઉદ્યોગમાં 1.77 લાખ નવા એજન્ટ બન્યા. ટાર્ગેટને પૂરો કરવા માટે આ એજન્ટ પૉલિસી ખરીદવા માટે સૌપ્રથમ પોતાના સગાસંબંધીઓ પર જ દબાણ બનાવે છે.

સામાન્ય રીતે જીવન વીમામાં રોકાણ લાંબાગાળાનું હોય છે. એટલે જો કોઇ એજન્ટ તમને તમારા સંબંધોનું કારણ આગળ ધરીને પૉલિસી ખરીદવાની સલાહ આપી રહ્યો છે તો તેની પર આંખ મીચીને ભરોસો ન કરો.

સામાન્ય રીતે જીવન વીમામાં રોકાણ લાંબાગાળા માટે હોય છે. એટલે જો કોઇ એજન્ટ તમને સંબંધોનું કારણ આગળ ધરીને પૉલિસી ખરીદવાનું કહી રહ્યો છે તો તેની પર આંખ મીચીને ભરોસો ન કરતાં. પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે થઇને કેટલાક એજન્ટ જૂઠનો સહારો લેતા હોય છે. પૉલિસી વેચવા માટે તે તેની પર મળતા રિટર્નને વધારીને જણાવે છે. ઘણીવાર આ રકમને એક વર્ષ બાદ ગમેત્યારે ઉપાડી લેવાનું આશ્વાસન પણ આપવામાં આવે છે. યાદ રાખો વીમો આર્થિક સુરક્ષા માટે છે, રોકાણ માટે તે ઉપયોગી પ્રોડક્ટ નથી.

પોલીસી ખરીદતા પહેલાં મેળવો માહિતી

એજન્ટ પાસે ઇરડા દ્વારા જાહેર લાઇસન્સની કોપી માંગો. તેની પર તેની પૂરી વિગત મળી જશે. લાઇસન્સના નંબર દ્વારા તમે આ એજન્ટ અંગે કોઇપણ જગ્યાએથી સંપૂર્ણ તપાસ કરી શકો છો. જે વ્યક્તિ ઇમાનદારીની સાથે પોતાનો કારોબાર કરી રહ્યો છે, તે પોતાના આઇડી કાર્ડ આપવામાં ક્યારેય સંકોચ નહીં કરે. લાઇસન્સની કોપી માંગવાનો ફાયદો એ થશે કે તેને તમારા અંગે એ ખબર પડી જશે કે આ વ્યક્તિ જાગૃત છે..અને વીમા પ્રોડક્ટ અંગે ખોટી જાણકારી આપીશ તો પરિણામ ભોગવવું પડી શકે છે.

સેકન્ડ ઓપિનિયમ ઘણો જ જરૂરી છે. વીમા એજન્ટ તમને જે પૉલિસી વેચી રહ્યો છે તેને તત્કાળ ખરીદવાનો નિર્ણય ન લો. એજન્ટને જણાવો કે તમે આ અંગે તમારા મિત્ર સાથે ચર્ચા કર્યા પછી જ કોઇ નિર્ણય લેશો. આના માટે એજન્ટને એક અઠવાડિયા પછી આવવાનું કહો. આ સમયગાળા દરમિયાન તમે અન્ય જાણકાર કે કોઇ બીજા એજન્ટ સાથે સંબંધિત પોલિસી અંગે ચર્ચા જરૂર કરી લો. એજએજન્ટને વિશ્વાસ થઇ જશે કે તમે કોઇ જાણકાર પાસે સલાહ લેશો તો નિશ્ચિત રીતે તે તમને બોગસ પૉલિસી પધરાવવાનો પ્રયત્ન નહીં કરે. છતાં પણ તમે જે પૉલિસી લઇ રહ્યાં છો તે અંગે કોઇ અન્ય એજન્ટ કે બ્રોકર સાથે ચર્ચા જરૂર કરો. આ પૉલિસી તમારા માટે ઉપયોગી છે કે નહીં, તે અંગે સંપૂર્ણ રીતે સુનિશ્ચિત થઇ ગયા પછી જ કોઇ અંતિમ નિર્ણય લો.

જીવન વીમામાં રોકાણ લાંબાગાળાનું હોય છે. આવી સ્થિતિમાં કોઇ એજન્ટના દબાણમાં ન આવીને પૉલિસી ખરીદવાની ઉતાવળ બિલકુલ ન કરવી જોઇએ. ઘણીવાર એજન્ટ પોતાનું માસિક કે વાર્ષિક લક્ષ્ય પૂર્ણ કરવાની વાત કરીને પૉલિસી તરત ખરીદવાની સલાહ આપે છે. આના માટે તે કમિશન શેરિંગ કે ગિફ્ટની ઑફર પણ કરી શકે છે. તમે આ પ્રકારના દબાણ કે લાલચમાં ક્યારેય ન ફસાતા.

એજન્ટ સાથે પહેલી મુલાકાતમાં ક્યારેય કોઇ પૉલિસી ન લેવી જોઇએ. પ્રોડક્ટ અંગે જાણકારી મેળવવા માટે ઓછામાં ઓછા એક સપ્તાહનો સમય માંગો. મિસસેલિંગથી બચવાનો એકમાત્ર ઉપાય છે જાગૃતતા. જો તમારી નજીકની વ્યક્તિ કોઇ વીમા પૉલિસી ઓફર કરી રહી છે તો લાગણીઓમાં ન તણાતા. પ્રોડક્ટ અંગેની જાણકારી મેળવીને જ ખરીદી અંગે હા પાડો.

મની9ની સલાહ

  1. વીમા એજન્ટની જાળમાં ફસવાથી બચવાનો એકમાત્ર ઉપાય છે જાગૃતતા.
  2. જો તમારો કોઇ નજીકનો સંબંધી કોઇ વીમા યોજનાની ઓફર કરી રહ્યો છે તો લાગણીઓમાં ન તણાશો.
  3. પ્રોડક્ટ અંગે જાણકારી પ્રાપ્ત કર્યા પછી જ ખરીદી માટે હા પાડો.
Next Video