Amreli: સાવરકુંડલા-મહુવા રોડ પર ટ્રક ફસાતા હાઈ-વે બ્લોક, વાહનોની લાંબી કતાર લાગી, જુઓ Video

Amreli: સાવરકુંડલા-મહુવા રોડ પર ટ્રક ફસાતા હાઈ-વે બ્લોક, વાહનોની લાંબી કતાર લાગી, જુઓ Video

| Updated on: Nov 26, 2025 | 3:27 PM

ગરનાળા નીચે ટ્રક ફસાતા ટ્રાફિક જામ સર્જાયો; રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનોને રેલ્વેના આ ગરનાળા નીચેથી ડાયવર્ઝન લઈને પસાર થવું પડતું હતું. જોકે, ટ્રક ચાલકે ગરનાળાની ઊંચાઈનો અંદાજ ન હોવાથી ટ્રક અંદર પસાર થવા જતા ફસાઈ ગયો હતો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલા ગરનાળા (રેલવે ફાટક નીચેના નાળા) માં એક ટ્રક ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાના કારણે સાવરકુંડલાથી મહુવા અને રાજુલા તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો, જેને પગલે હાઈ-વે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનોને રેલવેનાગરનાળા નીચેથી ડાયવર્ઝન લઈને પસાર થવું પડતું હતું. જોકે, ટ્રક ચાલકે ગરનાળાની ઊંચાઈનો અંદાજ ન હોવાથી ટ્રક અંદર પસાર થવા જતા ફસાઈ ગયો હતો. ટ્રક ફસાતાની સાથે જ મહુવા રોડ પર પસાર થતાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિકોની મદદ અને તંત્રની તાત્કાલિક કાર્યવાહી બાદ આખરે ટ્રકને ગરનાળામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં આ માર્ગ પુનઃ શરૂ કરી દેવાયો છે અને ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય બની રહ્યો છે.

અમરેલીના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો