Ahmedabad : અમદાવાદમાં સુપર સ્પ્રેડરનાં વેક્સિનેશન માટે પોલીસે શરૂ કરી વેક્સિન ઝુંબેશ !

|

Jun 15, 2021 | 3:57 PM

Ahmedabad : અમદાવાદમાં સુપર સ્પ્રેડરના વેક્સિનેશન માટે પોલીસે અનોખી પહેલ કરી છે, જેમાં વેક્સિન ઝુંબેશ હેઠળ ભદ્ર બજારનાં (Bhadra  Market) તમામ ફેરિયાઓ અને વેપારીઓને વેક્સિન આપવામાં આવી હતી.

Ahmedabad : અમદાવાદમાં સુપર સ્પ્રેડરના વેક્સિનેશન માટે પોલીસે અનોખી પહેલ કરી છે, જેમાં વેક્સિન ઝુંબેશ હેઠળ ભદ્ર  બજારનાં (Bhadra Market) તમામ ફેરિયાઓ અને વેપારીઓને વેક્સિન આપવામાં આવી હતી.

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં પોતોનો પ્રકોપ વરસાવ્યો છે, ત્યારે કોરોના કાળમાં એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવે છે, ત્યારે સરકાર પણ વેક્સિનેશન અભિયાનનને (Vaccination Campaign) વેગ આપવા માટે પ્રયત્નો કરી રહી છે.

હાલ , કોરોનાની વેક્સિનને લઈને અનેક અફવાઓ ફેલાઈ રહી છે, જેના કારણે લોકોમાં વેક્સિનને લઈને ડરનો માહોલ ન સર્જાય તે માટે પોલીસ હવે મેદાનમાં ઉતરી છે, જે માટે અમદાવાદ શહેર પોલીસે કોરોના વેક્સિન ઝુંબેશ શરૂ કરી છે.

સરકારે કરેલી જાહેરાત મુજબ 21 જુનથી અઢાર વર્ષથી ઉપરના તમામ લોકોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. ત્યારે સુપર સ્પ્રેડરો દ્વારા થતું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ પોલીસે પણ પહેલ કરી છે, જે હેઠળ ભદ્ર પાથરણા બજારમાં વેપારીઓ અને ફેરિયાઓને વેક્સિન અપાવવાની ઝુંબેશ શરૂ કરાઈ છે.

કારંજ પોલીસ દ્વારા ભદ્ર પાથરણા બજારમાં સુપર સ્પ્રેડર માટે વેક્સિન કેમ્પનું આયોજન કરાયું હતુ, આ કાર્યક્રમમાં પહેલા દિવસે 250 જેટલા લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ રખાયો હતો. જો કે, કાર્યક્રમની શરૂઆતથી જ લોકો મોટા પ્રમાણમાં વેકસિન લેવા માટે પહોંચ્યા હતા.

આ અભિયાનમાં હાલ, 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી હતી. પરંતુ, આગામી સમયમાં આ વેક્સિન ઝુંબેશ હેઠળ 18 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે પણ આયોજન કરાશે.

ઉલ્લેખનીય છે કે ભદ્ર પાથરણા બજારમાં લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોવાથી મોટી માત્રામાં ભીડ એકત્રિત થતી હોય છે,  આ ભીડ કોરોનાં સંક્રમિત ન બને તે માટે સુપર સ્પ્રેડરને વેક્સિન અપાવામા આવી રહી છે.

Next Video