સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પર ચાલકે એક યુવકનો ભોગ લીધો છે. વઢવાણમાં અકસ્માતની ઘટના બની હતી, જ્યાં ડમ્પરે અડફેટે લેતા એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. તો ધોળીપોળ અને શિયાણીપોળમાં બેફામ ચાલતા ડમ્પરોને લઇને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીપોળ અને શિયાણીપોળમાં બેફામ ડમ્પર ચાલકનો છેલ્લા અનેક સમયથી ત્રાસ છે, ડમ્પર ચાલક લોકોને જોયા વગર બેફામ ચલાવે છે, લોકોને આ રસ્તા પરથી નિકળતા ડર લાગે છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર : બજાણા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કેસ, ખોટી ફરિયાદ કર્યાનો પોલીસ પરિવારનો આક્ષેપ
(Input Credit: SAJID BELIM)