Dubai : ઇન્ટરનેટની દુનિયા ખુબ વિશાળ છે. આ સાથે સોશિયલ મીડિયા(Social Media) પર સમયાંતરે એવી ઘણી ચીજ અથવા ઘટનાઓના વિડીયો વાયરલ(Viral Video) થતા હોય છે જે આપણને અચંબિત કરી નાંખે છે. સપનાની નગરી તરીકે ઓળખાતું દુબઈ પણ લોકોને આશ્ચર્યચકિત કરવા માટે જાણીતું છે.
અહીંનો વૈભવ હોય , સુંદરતા કે અહીંની વિશાળ ચીજો આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. દુબઈમાં એક વિશાળ હમર (World’s Biggest Hummer in Dubai)નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કાર એટલી મોટી(World’s Largest Car) છે કે તમે તેને જોઈને ચોકી જશો. આમતો દુબઈમાં અનેક ધનિકો વસવાટ કરે છે પણ આ કારના માલિક અલગ પડે છે. હાઇવે ઉપર દોડતી નજરે પડેલી કાર કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પણ દુબઈના શેખ હમદ બિન હમદાન અલ નાહયાન(Sheikh Hamad bin Hamdan Al Nahyan)ની છે જેમને રેઈનબો શેખ(Rainbow Sheikh) તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વિશાળ કારના રોડ ઉપર પોતાના રુઆબે લોકોને ચોંકાવી દીધા છે. આ વિશાળ કારને હાઇવે પર ફરતી બતાવવામાં આવી છે. વિશાળ વાહનની સામે પાર્ક કરેલી બે કારની તસવીર પણ સામે આવી છે જે દર્શાવે છે કે શેખની આ વિશેષ હમર(Hummer) ખરેખર કેટલી વિશાળ છે. અચરજની વાત એ છે કે આ વિચિત્ર દેખાતી કાર વાસ્તવિક છે અને તે દુબઈના શેખ હમદ બિન હમદાન અલ નાહયાનની માલિકીની છે. રેઈનબો શેખના કલેક્શનની શોભા તરીકે આ Hummer ઓળખવામાં આવે છે.
દુબઈ રેઈન્બો શેખની વિશાળ 14 મીટર લાંબી, 6 મીટર પહોળી અને 5.8 મીટર ઊંચી Hummer H1 “X3” સામાન્ય હમર H1 SUV કરતાં ત્રણ ગણી મોટી છે. હમર સંપૂર્ણપણે ચલાવવા યોગ્ય છે. આ કાર શેખના કારના કલેક્શન(Car Collection of Sheikh)નો એક ભાગ છે. આ કારણો વીડ્યો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
કારના શોખીન અબુ ધાબીના શાસક પરિવારના સભ્ય શેખ હમદ બિન હમદાન અલ નાહયાન પાસે હમર ઉપરાંત ઇન્દ્રધનુષના તમામ રંગની અલગ – અલગ સાત મર્સિડીઝ 500 એસઈએલ(Mercedes 500 SEL) છે જે સપ્તરંગીના વિવિધ રંગોમાં સુશોભિત હોવાનું કહેવાય છે જેને તે વિશાળ પિરામિડમાં રાખવામા આવે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો